પાકિસ્તાન મરીને ઓખાની ચાર બોટ અને ર૬ માછીમારોનું કર્યું અપહરણ

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (15:34 IST)
ભારતીય જળસીમા નજીક આઈ.એમ.બી.એલ. પાસેથી પાકિસ્તાન મરીન સિકયોરીટી દ્વારા ઓખાની ચાર ભારતીય માછીમાર બોટ સહિત ર૬ જેટલા માછીમારોના અપહરણ કરી બંધક બનાવાયા હોવાના અહેવાલો આધારભૂત વર્તુળોમાંથી પ્રાપ્ત થયા છે. તમામ બોટ ઓખા બંદરેથી ઉપડેલ હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી જરૃરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોટની સંખ્યા હજુ વધે તેવી સંભાવના છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયમાં અનેક વખત ભારતીય બોટોનું અપહરણ કરાયું છે. આમ છતા નક્કર કાર્યવાહીના અભાવે હજુ સુધી પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાઝ આવ્યું નથી. અવારનવાર ભારતીય માછીમાર બોટોનુ અપહરણ કરતું આવ્યુ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર