આવો જાણીએ GST પર અરુણ જેટલી શુ બોલ્યા
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે છેલ્લા 70 વર્ષથી કોઈ ખરડા પર આટલી ચર્ચા થઈ નથી જેટલી જીએસટી પર થઈ છે. તેમણે કહ્યુ કે જીએસટી લાગૂ થવાની મોટી તક.. મોટા પગલાથી જ દેશની તકદીર બદલાય છે. જેટલી બોલ્યા કે તેને લાગૂ કરવામાં અનેક નેતાઓનો મહત્વનો રોલ રહ્યો. અનેક રાજ્યોના મંત્રીઓએ તેને પાસ કરવામાં ખૂબ મદદ કરી. અમે સૌથી સહમતિ માટે અનેક બેઠકો કરાવી. અનેક બેઠક 2-3 દિવસ સુધી ચાલી હતી.