કેન્દ્ર સરકારે 35 આવશ્યક દવાઓના ભાવ ઘટાડીને દર્દીઓને મોટી રાહત આપી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે. આ દવાઓમાં પેરાસીટામોલ, એટોર્વાસ્ટેટિન અને એમોક્સિસિલિન જેવી દવાઓનો સમાવેશ થાય છે, જે હૃદય, ડાયાબિટીસ અને માનસિક રોગોના દર્દીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પેરાસીટામોલ: તાવ અને દુખાવા માટે વપરાતી આ દવા હવે ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.
હૃદય અને ડાયાબિટીસની દવાઓ: હૃદયના દર્દીઓ માટે, એટોર્વાસ્ટેટિનનું મિશ્રણ અને એમ્પાગ્લિફ્લોઝિન, સીતાગ્લિપ્ટિન અને મેટફોર્મિન જેવી નવી એન્ટિ-ડાયાબિટીક દવાઓ સસ્તી કરવામાં આવી છે.