અશ્લીલ વીડિયો અપલોડ નહી કરવાના શરત પર મદ્રાસ હાઈકોર્ટે હટાવ્યો 'Tik Tok' પરથી બૈન

ગુરુવાર, 25 એપ્રિલ 2019 (18:07 IST)
. મદ્રાસ હાઈકોર્ટની મુદુરૈ પીઠે બુધવારે ચીની કંપની બાઈટડાંસની માલિકીવાળી મોબાઈલ એપ્લીકેશન ટિકટોક પરથી  કેટલીક શરતો સાથે પ્રતિબંધ હટાવી લીધો.  અધિવક્તા મુથુકુમાર દ્વારા નોંધયએલ કેસ પર નિર્ણય આપતા પીઠે એપ પરથી અંતરિમ પ્રતિબંધ આ શરત પર હટાવી લીધો કે એપ પર અશ્લીલ વીડિયો અપલોડ નહી કરવામાં આવે. કોર્ટે કહ્યુ કે આવુ કરવા પર કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 
 
ટિકટોકે એક નિવેદનમાં કહ્યુ, "અમે આ નિર્ણયથી ખુશ છીએ અને અમારુ માનવુ છે કે તેનુ સ્વાગત ભારતમાં અમારા વધતા સમુહ દ્વારા પણ કરવામાં આવશે. જે ટિકટૉકનો ઉપયોગ પોતાની રચનાત્મકતાના પ્રદર્શન માટે કરે છે." 
 
આ પહેલા આ મહિને હાઈ કોર્ટના અધિવક્તા મુથુકુમાર દ્વારા નોંધાયેલ એક અરજી પર કેન્દ્ર સરકારને ભારતમાં એપને ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ રજુ કર્યો હતો અને મીડિયાને એપનો ઉપયોગ કરીને લેવામાં આવેલ વીડિયોને પ્રસારિત કરવાની ના પાડી દીધી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર