ગયા વર્ષે ભારત છોડીને ગયેલા દારૂના વેપારી વિજય માલ્યાની લંડનમાં ધરપકડ, મેટ્રોપોલિટન કોર્ટમાં થશે રજૂ

મંગળવાર, 18 એપ્રિલ 2017 (16:15 IST)
રાષ્ટ્રીયકૃત બેંકોથી લેવામાં આવેલ 9,000 કરોડ રૂપિયાના ઋણ ચુકાવ્યા વગર દેશ છોડીને ભાગી જનારા દારૂના વેપારી વિજય માલ્યાને મંગળવારે સવારે લંડનમાં સ્કોટલેંડ યાર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવવાના સમાચાર છે. એવુ કહેવાય છે કે તેમને વેસ્ટમિસ્ટર કોર્ટમાં રજુ કરવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે મની લૉન્ડરિંગના આરોપનો સામનો કરી રહેલ વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે ભારતે બ્રિટનને ભલામણ કરી હતી. પણ હાલ આ સ્પષ્ટ નથી થઈ શક્યુ છે કે તેની કયા કેસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.  
 
ગયા વર્ષે વિજય માલ્યા એ સમયે દેશ છોડીને જવામાં સફળ થયો હતો જ્યારે વિવિધ બેંક પાસેથી ઋણની વસૂલીની કોશિશમાં લાગ્યો હતો.  પછી ભારત સરકારે વિજય માલ્યાનો પાસપોર્ટ રદ્દ કરી દીધો હતો અને આ આધાર પર યૂકેની સરકારે તેને ભારત ડિપોર્ટ કરવાનો આગ્રહ કર્યો હતો. 
 
ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રાલયને માહિતી આપવામાં આવી કે ભારતનુ ડિપોર્ટેશન અનુરોધ યૂકેના કાયદા હેઠળ કામ નહી કરે. કારણ કે યૂકેમાં આવા લોકોને પણ રહેવાની અનુમતિ છે જેમનો પાસપોર્ટ કાયદેસર નથી. 
 
હવે બંધ થઈ ચુકેલી કિંગફિશર એયરલાઈન્સ શરૂ કરનારા વિજય માલ્યા પર સીબીઆઈએ 1000 પેજની ચાર્જશીટમાં દગાબાજી અને ષડયંત્ર રચવાના આરોપ લગાવ્યા હતા. 
 

વેબદુનિયા પર વાંચો