રાજ્યમાં મોટાપાયે જીએસટી અને આવક વેરાની ચોરીનું કૌભાંડ ચાલી છે. ત્યારે ઊંઝા માર્કેટયાર્ડ અને વડનગરમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 9 વેપારી પેઢીઓને ત્યા GST વિભાગએ દરોડા પાડવામાં આવ્યા છે. રેડ દરમિયાન જીએસટી વિભાગ કર્મચારીઓને બોગસ પેઢીઓ સામે આવી છે. 3 મહિના અગાઉ જાનકી એન્ટર પ્રાઇઝ પેઢીંમાં દરોડા પાડ્યા હતા. GST વિભાગે દરોડા પાડી જીરું જપ્ત કર્યુ હતુ. એક જ વ્યક્તિના નામે ટીન નંબર મેળવી 10 પેઢીમાં વેપાર કરાતો હતો. 4 માર્કના જીરુંનો વેપાર થતો હોવાનું સામે આવ્યું હતું. એક જ ટીન નંબર મેળવી અલગ પેઢીઓમાં વેપારને લઇ દરોડા પાડ્યા છે.
પટેલ પીનલ કુમાર રમણલાલ
જાનકી એન્ટરપ્રાઇજ વડનગર
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઓક્ટોબર મહિનામાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાનામ 17 જેટલા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ દરમિયાન રૂ. 100.47 કરોડની ટેક્સ ચોરી બહાર આવી હતી, સૌથી વધુ 21.13 કરોડના બેનામી વ્યવહારો અમદાવાદ બ્રાંન્ચ કોક્સ એન્ડ કિંગ્સના મળ્યા હતા.