દક્ષિણ કોરિયાના પ્યોંગયોંગમાં નવમાંથી 25 ફેબ્રુઆરી સુધી શીતકાલિન ઓલંપિક રમતનુ આયોજન થવાનુ છે. જેમા સ્ક્રીંઈંગ, સ્કેટિંગ, લ્યૂજ, સ્કી જંપિંગ, આઈસ હોકી, સ્નો બોર્ડિંગ જેવી 15 વિવિધ રમતોની 102 પ્રતિસ્પર્ધાઓ થશે. રમતોમાં ભારત સહિત દુનિયાભરમાંથી 90 દેશ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત આઈઓસીના ઓલંપિક ચેનલ પર પણ આ રમતોનુ ભારતમાં સીધુ પ્રસારણ જોઈ શકાશે.