Auto Expo 2018 - ચલાવો ઈલેક્ટ્રિક સ્કૂટર, બેટરી ચાર્જ કર્યા પછી ચાલશે 80 કિમી.
ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (13:20 IST)
TVS મોટર્સનો નવો કૉન્સ્પેક્ટ સ્કૂટર ઓટો એક્સપો 2018માં શોકેસ કર્યો છે. આ સ્કૂટર એક પરફોર્મેંસ ઓરિએંટેડ ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ સ્કૂટર છે. TVS ક્રેઓન કંપનીનુ આ પ્રથમ ઈલેક્ટ્રિકલ સ્કૂટર છે. આ વધતા પેટ્રોલના ભાવના હિસાબથી અને પર્યાવરણ માટે બિલકુલ પણ નુકશાનદાયક નથી.
ક્રેઓનને નેક્સ્ટ જનરેશનનુ ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવ્યુ છે.
સ્પીડના હિસાબમાં ક્રેઑન ફક્ત 5.1 સેકંડમાં 0-60 કિમી/પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. તેને એકવાર ફુલ ચાર્જ કર્યા પછી તે 80 કિમી સુધી ચલાવી શકાય છે અને ફક્ત 60 મિનિટમાં જ આ ફુલ ચાર્જ થઈ જાય છે.
આ સ્કૂટરને શાનદાર ડિઝાઈન અને સ્પોર્ટી સ્ટાઈલે ઓટો એક્સપોમાં દરેકને દિવાના બનાવી દીધા છે. સૌથી મોટી વાત અફોર્ડેબલ હોવાથી તેને ઓટો એક્સપોમાં 2018ના પહેલા દિવસનુ શો સ્ટોપર કહી શકાય છે.