ગ્રેટર નોએડામાં થઈ રહેલ એશિયાના સૌથી મોટા ઑટો શો માં મારુતિ, હ્યુંડઈ, Kia મોટર્સ, હોંડા સહિત 100 કંપનીઓ પોતાની 300થી વધુ ગાડીઓ પ્રદર્શિત કરવા જઈ રહી છે. ઈવેંટના પ્રથમ દિવસે બધી કંપનીઓએ પર્યાવરણના હિતમાં ગ્રીન કે બ્લ્યૂ તકનીકનુ પ્રદર્શન કરતા ઈકોફ્રેંડલી વાહન રજુ કર્યા.
સાથે જ મોટરસાઈકલ અને સ્કૂટર કંપનીઓ પણ પાછી રહી નથી. હીરો મોટો, હોંડા, સુઝુકી પિયાજિઓ યામાહા સહિત અનેક કંપનીઓએ પોતાન સ્કૂટર અને બાઈક શો કેસ કર્યા. જેમા અનેક ઈલેક્ટ્રિકલ અને હાઈબ્રિડ છે. પિયાજિયોએ ઑટો એક્સપોમાં પોતાનુ વેસ્પા ઈલેક્ટ્રિકા સ્કૂટર શોકેસ કર્યુ. જે કંપનીનુ પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટર છે.
ગ્રેટર નોએડામાં ઓટો એક્સપો
9થી 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. પહેલા બે દિવસ મીડિયા અને એક્ઝિબિટર્સ માટે રાખવામાં આવ્યા છે. સામાન્ય લોકો માટે આ એક્સપો 9 ફેબ્રુઆરીથી ખુલ્લો મુકાશે.