TWO એક આર્ટિફિશિયલ રિયાલિટી કંપની છે જે ઈંટરૈક્ટિવ અને ઈમર્સનલ એઆઈ એક્સપીરિયંસ પર ફોકસ કરે છે. ટેક્સ્ટ અને વૉયસ પછી TWOનુ માનવુ છે કે AI નુ ભવિષ્ય વિઝુઅલ અને ઈંટરેક્ટિવમાં છે. TWO નુ આર્ટિફિશિયલ રિયાલિટી પ્લેટફોર્મ રિયલ ટાઈમ AI વૉયસ અને વીડિયો કૉલ, ડિજિટલ હ્યુમન, ઈમર્સિવ સ્પેસ અને લાઈફલાઈક ગેમિંગને બનાવે છે. TWOની યોજના પોતાની ઈંટરૈક્ટિવ એઆઈ તકનીકોને પહેલા ગ્રાહક એપ્લીકેશન્સ સુધી લઈ જવાની છે. ત્યારબાદ મનોરંજન અને ગેમિંગની સાથે સાથે છુટક સેવાઓ, અભ્યાસ, સ્વાસ્થ્ય અને કલ્યાણ સહિત ઉદયમ સોલ્યુશન્સ પર પણ તે કામ કરશે.
TWO ની સંસ્થાપક ટીમને અગ્રણી વૈશ્વિક પ્રૌદ્યોગિકી કંપનીઓ સાથે અનુસંધાન, ડિઝાઈન અને સંચાલનમાં અનેક વર્ષોના નેતૃત્વનો અનુભવ છે. જેના સંસ્થાપક પ્રણવ મિસ્ત્રી છે. TWO નવી તકનીકો જેવી કે AI, મેટાવર્સ અને મિક્સ્ડ રિયાલિટીસ જેવી તકનીકોના નિર્માણ માટે જિયો સાથે મળીને કામ કરશે.
રોકાણ પર બોલતા જિયોના નિદેશક, આકાશ અંબાનીએ કહ્યુ, "અમે TWOમાં સંસ્થાપક ટીમના મજબૂત અનુભવ અને ક્ષમતાઓથી પ્રભાવિત છીએ. અમે ઈંટરૈક્ટિવ એઆઈ, ઈમર્સિવ ગેમિંગ અને મેટાવર્સના ક્ષેત્રોમાં નવા ઉત્પાદોના વિકાસમાં તેજી લાવવામાં મદદ કરવા માટે ટૂ સાથે મળીને કામ કરીશુ.