ઓરેકલમાં હાહાકાર - રાતોરાત ખતમ થઈ 12000 કર્મચારીઓની JOB, શુ 'AI' ખાઈ રહ્યુ છે તમારી નોકરી

ગુરુવાર, 2 એપ્રિલ 2026 (13:48 IST)
ટેક જગતમાંથી એક એવા સમાચાર આવ્યા છે જેને ભારતીય આઈટી સેક્ટરમાં હડકંપ મચાવી દીધો છે. દિગ્ગજ સોફ્ટવેયર કંપની ઓરેકલ   (Oracle) એ ભારતમાં પોતાના લગભગ 12000 કર્મચારીઓને નોકરીમાંથી બહાર કર્યા છે.  આ સંખ્યા ભારતમાં કંપનીનાકુલ વર્કબળના લગભગ  50% છે. 
 
સૌથી ચોંકાવનારી વાત એ છે કે એક બાજુ જ્યા હજારો લોકો બેરોજગાર થઈ રહ્ય છે ત્યા બીજી બાજુ કંપની એઆઈ (AI) અને ક્લાઉડ કંપ્યુટિંગમાં અરબો ડોલરનુ રોકાણ કરી રહી છે. શુ આ એ વાતનો સંકેત છે કે હવે કંપનીઓને માણસોથી વધુ મશીનો પર વિશ્વાસ છે. આવો સમજીએ આ સમગ્ર સ્ટોરી પાછળની હકીકત.   
 
રાતો રાત ખતમ થઈ ભૂમિકાઓ - ઈમેલથી મળી માહિતી 
 
રિપોર્ટ્સ મુજબ કર્મચારીઓની છટણી આશ્ચર્યજનક હતી. કર્મચારીઓને અચાનક ઇમેઇલ્સ મળ્યા જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે "સંગઠનાત્મક ફેરફારો" ને કારણે તેમનુ પદ હવે કંપની માટે "વધારાનુ"  (Redundant) થઈ ગયુ છે.
 
 કોણ થયુ પ્રભાવિત ? આ લિસ્ટમાં ફક્ત ફ્રેશર્સ જ નહી પણ સીનિયર એંજિનિયર, આર્કિટેક્ટ, ઓપરેશંસ લીડર અને તકનીકી વિશેષજ્ઞ પણ સામેલ છે.   
ગ્લોબર ઈમ્પેક્ટ - ફક્ત ભારત જ નહી, વૈશ્વિક સ્તર પર ઓરેકલે લગભગ 30000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે.  
 
વધુ એક મોટો ફટકો - કંપનીની અંદરન સૂત્રોનો દાવો છે કે આગામી એક મહિનાની અંદર છટણીનો વધુ એક સમય આવી શકે છે.   
 
AI વિરુદ્ધ માનવ શ્રમ  : ઓરેકલની નવી રણનીતિ 
 
ઓરેકલ આટલી મોટી છટણી કેમ કરી રહ્યું છે? જવાબ છે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ). કંપની પોતાને "AI-first" કંપનીમાં પરિવર્તિત કરી રહી છે.
 
 
 
પ્રોજેક્ટ સ્ટારગેટ: ઓરેકલ એમેઝોન અને ગુગલ જેવા દિગ્ગજો સાથે સ્પર્ધા કરવા માટે "સ્ટારગેટ" નામના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આગામી પેઢીના ડેટા સેન્ટરો બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.
 
રિસોર્સ શિફ્ટિંગ - કંપની પોતાના સંસાધનોને પારંપારિક ડેવલોપમેંટથી હટાવીને જનરેટિવ એઆઈ (Generative AI) અને ક્લાઉડ સેવાઓની તરફ વાળી રહી છે.  
 
ઓટોમેશની બોલબાલા - જૂના સોફ્ટવેયર મેંટેનેસ અને ઓપરેશંસના કામ હવે એઆઈ ટ્રૂલ્સન દ્વારા સરળ થઈ ગઈ છે. જેનાથી માનવ શ્રમની જરૂર ઓછી થઈ ગઈ છે.  
 
વિવાદોના ઘેરેમાં ઓરેકલ 
આ છટણી વચ્ચે કેટલાક ગંભીર આરોપ પણ સામે આવ્યા છે. ઓરેકલના એક પૂર્વ કર્મચારી, મેરુગુ શ્રીઘરે દાવો કર્યો કે તેમણે કંપનીની 16 કલાકની શિફ્ટનો વિરોધ કરવા પર કાઢી નાખવામાં આવ્યા. આ મામલો વર્ક લાઈફ બેલેંસ અને કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ સવાલ ઉભા કરે છે. 
 
સાથે જ એ પણ ચર્ચા છે કે કંપનીએ ભારત જેવા દેશોમાં વધુ છટણી કરણ છે કારણ કે અહીનો લેબર લૉ (શ્રમ કાયદો) અમેરિકા જેટલો સ્ટ્રીક નથી. જેનાથી કર્મચારીઓને કાઢવા સરળ બની જાય છે.   
 
શું આ IT ક્ષેત્ર માટે ચેતવણીનો સંકેત છે?
 
ઓરેકલનું આ પગલું ફક્ત એક કંપનીની સ્ટોરી નથી, પરંતુ સમગ્ર ટેક ઉદ્યોગના ભવિષ્યનું પ્રતિબિંબ છે.
 
કૌશલ્યમાં બદલવાની જરૂર છે: કોડિંગ કે મેનેજમેન્ટ હવે પૂરતું નથી. AI યુગમાં ટકી રહેવા માટે AI ટૂલ્સ સાથે અદ્યતન રહેવું જરૂરી બની ગયું છે.
 
કોર્પોરેટ પ્રાથમિકતા: કંપનીઓ હવે નફા માટે અનુભવી અને ખર્ચાળ કર્મચારીઓ કરતાં AI-સંચાલિત સિસ્ટમોને પ્રાથમિકતા આપી રહી છે.
 
ઓરેકલની છટણી એ એક સ્પષ્ટ યાદ અપાવે છે કે AIનું આગમન નોકરીઓના સ્વરૂપને સંપૂર્ણપણે બદલી રહ્યું છે. આ પરિવર્તન ટેક જગત માટે એક નવી  "ઉત્ક્રાંતિ" હોઈ શકે છે, પરંતુ તે હજારો પરિવારો માટે "સંકટ" છે જેમની આજીવિકા આ ​​નોકરીઓ પર આધારિત હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર