IRCTC DOWN - તત્કાલ બુકિંગ પહેલા, IRCTC વેબસાઇટ ડાઉન છે. વેબસાઈટ ખોલવા પર એક મેસેજ આવી રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે મેઈન્ટેનન્સના કારણે વેબસાઈટ બંધ છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે તત્કાલ ટિકિટ બુકિંગ 11 વાગ્યે શરૂ થાય છે, તેથી થોડીવાર પહેલા વેબસાઇટનું શું થયું કે વેબસાઇટને ડાઉન થવાની જરૂર પડી. જોકે વેબસાઈટ થોડા સમય બાદ શરૂ થઈ ગઈ છે, પરંતુ લોગઈન કરવામાં સમસ્યા છે.