ભારતના નૂડલ્સના માર્કેટ પર રાજ કરનારી નેસ્લેની મેગી વિવાદોમાં ઘેરાય ગઈ છે. બાળકોથી લઈને વડીલોના દિલો દિમાગ અને જીભ પર પોતાનુ ખાસ સ્થાન બનાવનારી મેગીમાં લેડની માત્રા સામાન્યથી વધુ હોવાનો આરોપ લાગ્યો છે. અચાનક સામે આવેલ આ મામલાથી આજે મેગીની બ્રાંડિગ અને સાખ શંકાના ઘેરામાં છે. હવે કંપની સામે સૌથી મોટો પડકાર પોતાની જૂની સાખને પરત લાવવાની છે. ભારતમાં મેગી એટલી મોટી બ્રાંડ બની ચુક્યુ છે કે તેના બ્રાંડ એમ્બેસેડર જેવા સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને માધુરી દીક્ષિત પણ આ વિવાદનો ભાગ બની ગયા છે. વાત એટલી આગળ વધી ગઈ છે કે માત્ર નેસ્લે જ નહી પણ સેલિબ્રિટિઝ પણ કેસનો સામનો કરી રહ્યા છે. સેલિબ્રિટિઝ પાસે પણ કોર્ટની નોટિસ પહોંચી ગઈ છે.
કેવી રીતે ડગી ગયો વિશ્વાસ
યૂપીના ખાદ્ય સુરક્ષા પ્રાધિકરણે મેગીના 12 જુદા જુદા સૈંપલ લઈને કેન્દ્ર સરકારની કલકત્તા સ્થિત લેબમાં ટેસ્ટ કરાવ્યો હતો. મેગીમાં ચોક્કસ માત્રાથી 7 ગણી વધુ લેડની માત્રા હોવાનો આ મામલો છે. મામલો એટલો વધી ગયો છે કે યુપી સરકારે મેગીમાં મળેલ લેડ(સીસું) ની માત્રા સામાન્યથી વધુ જોવા મળતા મામલામાં કેસ નોંધાવી દીધો છે. મેગીમાં એવુ શુ છે કે તે નુડલ્સ માર્કેટમાં આટલા વર્ષોથી રાજ કરી રહી છે. કેમ બીજી કંપનીઓ આજ સુધી મેગી સામે ટકી શકતી નથી. શુ છે મેગીનો ઈતિહાસ
70 ટકા માર્કેટ પર મેગીનો કબજો
નોમૂરાની એક રિપોર્ટ મુજબ ભારતના ઝટપટ બનનારી નૂડલ માર્કેટમાં મેગીની બજારમાં ભાગીદારી 70 ટકા છે. ત્યારબાદ 11 ટકા બજાર ભાગીદારી સાથે નિશાન ફૂડની ટૉપ રેમન, 4 ટકા ભાગીદારી હિન્દુસ્તાન યૂનિલિવરના નૉર સૂપી નૂડલની છે. આ ઉપરાંત જીએસકે કંજ્યૂમરના હોર્લિક્સ ફૂડલ્સ (3 ટકા), કેપિટલ ફૂડ્સના સ્મિથ એંડ જોંસ (3 ટકા), આઈટીસીના સનફીસ્ટ યેપ્પી(ટકા)નો નંબર આવે છે.
મેગીની આજુબાજુ પણ નથી બીજા બ્રાંડ, આવુ કેમ
નોમૂરાની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નેસ્લેએ મેગીને એ સમયે રજુ કરી હતી જ્યારે નૂડલ ભારતમાં જાણીતી નહોતી. બજારમાં પહેલા ખેલાડી હોવાને કારણે નેસ્લેની મેગીને પુર્ણ ફાયદો મળ્યો. આ ઉપરાંત મેગીને ભારતીય અંદાજ અને ભારતના માટે રજુ કરવામાં આવી. બીજી કંપનીઓ આ બજારમાં ખૂબ મોડા આવી. ત્યા સુધી મેગી દરેક ઘરમાં પહોંચી ચુકી હતી.
કેવી રીતે પડ્યુ મેગીનુ નામ, 33 વર્ષ પહેલા ભારત આવી હતી
મેગી એક ઈંટરનેશનલ બ્રાંડ છે. જેને નેસ્લેએ 1947માં ખરીદી હતી. વાસ્તવમાં તેની શરૂઆત 1872માં જૂલિયસ મેગીએ કરી હતી. એ સમયે આ બ્રાંડ મેગી નૂડલ્સ, મેગી ક્યુબ અને મેગી સોસ માટે પ્રચલિત હતી. જૂલિયસ મેગીએ જર્મનીના સિંજેન શહેરમાં મેગી જીએમબીએચ નામથી કંપની શરૂ કરી જે આજે પણ છે. વર્ષ 1947મા તેના માલિકીના હક અને કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં ફેરફાર થયો. છેવટે મેગીનુ નેસ્લે સાથે મર્જ થઈ ગયુ અને આ કંપનીનુ નામ નેસ્લે એલિમેનટાના મુખ્યુ.
1982માં ભારત આવી મેગી
નેલ્સેએ મેગી નૂડલ્સને 2 મિનિટની ટૈબલાઈન સાથે લોંચ કરી. મેગી એ સમયે આવી જ્યારે તરત જ બનનારી ખાવાની વસ્તુ(ફાસ્ટ ફૂડ) નુ ચલણ ભારતમાં નહોતુ. 33 વર્ષ પછી પણ મેગીના આ માર્કેટ પર 70 ટકાથી વધુનો કબજો છે. પોતાના ટીવી જાહેરાતમાં બ્રાંડને મેગી મૉમના રૂપમાં પૉપુલર કરવામાં આવી. તે પોતાના બાળકોનું એવુ જ ધ્યાન રાખે છે જેવુ પારંપારિક ભારતીય માતા કરે છે. પણ આધુનિક યુગમાં કામકાજી મહિલાઓ પાસે વધુ સમય નથી હોતો કે તેઓ રસોઈ પાછળ વધુ સમય આપી શકે. આવામાં 2 મિનિટમાં બનનારી મેગીએ કમાલ કરી નાખી. તેને કથિત રૂપથી હેલ્ધી બતાવાઈ. મેગીએ ભારતીય બજારના મુજબના મસાલા પણ તૈયાર કર્યા જેને કારણે તેને પસંદ કરવામાં આવી.
આજે પણ મેગી વીતેલા સમયની યાદ અપાવતા નૂડલ્સ માર્કેટમાં સૌથી આગળ છે. વર્ષ 2008માં મેગીની 25મી વર્ષગાંઠ પર નવી જાહેરાત રજુ કરવામાં આવી. જેનુ શીર્ષક મે ઔર મેરી મૈગી મુકવામાં આવ્યુ. આ કૈપેનમાં મેગી ખાનારાઓની વ્યક્તિગત સ્ટોરીને ભાવનાત્મક અંદાજમાં સંભળાવવામાં આવી. એક જાહેરાતમાં બાળકો મેગી મેગી મેગી નો રાગ આલાપે છે. આજે નાના બાળકો, કોલેજના બાળકો અને કામ કરનારા લોકો બધા મેગી મેગી કરે છે.
વિવાદો સાથે જૂનો સંબંધ
નેસ્લે પર વિકસિત દેશોમાં પોતાની જાહેરાતો અને માર્કેટિંગ નિયમોનું ઉલ્લંઘન કરવુ અને વિકાસશીલ દેશોમાં ખોટા દાવાનો આરોપ લાગ્યો. ઉદાહરણ તરીકે નેસ્લેએ પોતાની નૂડલ પ્રોડક્ટ લેબલ પર વેજિટેરિયન હોવાનો દાવો કર્યો હતો જ્યારે કે તેના પ્રોડક્શન લાઈનમં અનેક પ્રકારના જાનવરોની ચરબી અને જાનવરોનું તેલ ભેળવવામાં આવે છે. આ ઉપરાંત ઓક્ટોબર 2008માં નેસ્લેએ ભૂલથી બાંગ્લાદેશ માટે જાહેરાતને બ્રિટિશ ટીવી પર એયર કરી દીધી.
મે 2015માં ભારતમાં ખાદ્ય સુરક્ષા પ્રાધિકરણે મેગીના 12 જુદા જુદા સૈપલ લઈને કેન્દ્ર સરકારની કલકત્તા સ્થિત લૈબમાં ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટમાં મેગીના આ પેકેટોમાં લેડની માત્રા 17.2 પાર્ટ્સ પ્રતિ મિલિયન (પીપીએમ)જોવા મળી. આ નક્કી કરેલ સીમાથી લગભગ 7 ગણી વધુ છે. ત્યારબાદ ખાદ્ય સુરક્ષા અને ભારતીય માનક પ્રાધિકરણ(FSSAI)એ દેશભરમાં મેગીન સૈપલ્સની તપાસના આદેશ આપ્યા છે.
વિવાદોની નેસ્લેની બ્રાંડિગ પર અસર
જાહેરાત અને બ્રાંડ વૈલ્યૂએશન જગતના લોકોનુ કહેવુ છે કે નેસ્લે આ વિવાદ અને આરોપને જોતા પ્રોડક્ટમાં સુધારો કરી શકે છે. ત્યા સુધી મેગીના વેચાણ પર થોડો સમય દબાણ જોવા મળશે પણ લાંબા સમયે આ બ્રાંડ ફરીથી પોતાનો ગ્રોથ મેળવી લેશે.