દેશનું અર્થતંત્ર પાટા પર ફરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022 ના એપ્રિલ-જૂન ત્રિમાસિકના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના ડેટા દ્વારા આ સૂચવવામાં આવ્યું છે. આંકડા મુજબ આ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલ-જૂનમાં દેશનો જીડીપી દર વધીને 20.1 ટકા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં, જીડીપી વૃદ્ધિ દર 23.9 ટકા નેગેટિવ હતો. આ વર્ષનો વિકાસ દર ઊંચો રહ્યો છે કારણ કે એક વર્ષ પહેલાના ત્રિમાસિકનો તુલનાત્મક આધાર નીચે રહ્યો હોવાથી આ વર્ષનો વૃદ્ધિ દર ઉંચો રહ્યો છે.
જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો મતલબ હોય છે સફળ ઘરેલુ ઉત્પાદ. આ એક આપવામાં આવેલ સમય સીમામાં કોઈ દેશમાં ઉત્પાદિત, ઓફિશિયલ રૂપે અંતિમ માલ અને સેવાઓનુ બજાર મૂલ્ય છે. આ દેશના કુલ ઉત્પાદનને માપે છે. તેમા દરેક વ્યક્તિ અને ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલ પ્રોડ્ક્શન સામેલ હોય છે.
ઉલ્લેખનીય છે કે સરકારે કોવિડ-19 રોગચાળાને અટકાવવા માટે ગયા વર્ષે માર્ચથી મે સુધી દેશવ્યાપી 'લોકડાઉન' લગાવ્યુ હતું. આ કારણોસર, વૃદ્ધિ નકારાત્મક સુધી પહોંચી હતી. જો કે, કોરોના યુગમાં પ્રથમ વખત જીડીપીમાં આ સ્તર વધ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે આ રાહતના સમાચાર છે.