ઓક્ટોબર મહિનામાં બે વાર સીએનજીના ભાવમાં વધરો થયો છે. સીએનજીના ભાવ 1 કિલો 61 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જેની સીધી અસર આમ જનતા પર પડી રહી છે. કારચાલકોના ખિસ્સાનો ભાર વધી ગયો તો બીજી તરફ ટ્રાંસપોર્ટ સર્વિસ મોંઘું બનશે જેના લીધે મોંઘવારી વધશે. શહેરના રિક્ષાચાલકો ભાડા વધારાના મૂડમાં છે. 20 દિવસ પહેલા 1 કિલોએ રૂ. 54.70 પૈસા ભાવ હતો. જે વધીને હાલ એક કિલોએ રૂ. 61.40 પર પહોંચી ગયો છે. આમ એક કિલોએ 6.70 રૂપિયાનો વધારો ધ્યાને આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બાદ નેચરલ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. એટલા માટે ઘરેલૂ બજારમાં ભાવ વધી ગયા છે. સરકારે છ મહિનામાં ગેસના ભાવની સમીક્ષા કરી ભાવ નક્કી કરે છે. નેચરલ ગેસના ભાવ વધતાં ફર્ટિલાઇઝર એટલે કે ખાદ્ય બનાવનાર કંપનીઓનો ખર્ચ પણ વધે છે. કારણ કે આ કંપનીઓ ખાદ્ય બનાવવામં નેચરલ ગેસનો ઉપયોગ કરે છે. જોકે સરકારે તેના માટે સબિસિડી આપે છે.