એચડીએફસી બેંક અમદાવાદ સહિત ભારતના 50 શહેરમાં શરૂ કરી આ સેવા

ગુરુવાર, 3 જૂન 2021 (12:43 IST)
દેશના વિવિધ હિસ્સાઓમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને એચડીએફસી બેંકે આજે લૉકડાઉનમાં ગ્રાહકોને મદદરૂપ થવા ભારતના 50 શહેરમાં મોબાઇલ ઑટોમેટેડ ટેલર મશીન્સ (ATMs)ની સેવા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. પ્રતિબંધિત વિસ્તારોમાં મોબાઇલ એટીએમની સેવા શરૂ કરવામાં આવતાં લોકોએ રોકડ ઉપાડવા માટે પોતાના વિસ્તારમાંથી બહાર નીકળવું નહીં પડે. 
 
આ મોબાઇલ એટીએમ હાલમાં ચેન્નઈ, મુંબઈ, દિલ્હી/ગુડગાંવ, વિજયવાડા, દહેરાદૂન, કટક, લુધિયાણા, લખનઉ, ભુવનેશ્વર, ચંડીગઢ, તિરુવનંતપુરમ્, અલ્હાબાદ, પૂણે, હૈદરાબાદ, અમદાવાદ, ત્રિચી, સાલેમ, કોઇમ્બતુર, હોસુર, નોઇડા, જેયપોર (કોરાપુટ), બેંગ્લુરુ, મૈસુર, જયપુર, પાણીપત, અંબાલા, જમ્મુ, નાશિક, રેવારી અને પટના ખાતે સક્રિય છે.
 
જૂનના પહેલા અઠવાડિયાથી આ મોબાઇલ એટીએમ સેવા પુડ્ડુચેરી, વાઇઝેગ, રાજામુંદ્રી, મદુરાઈ, તિરુનેલવેલી, કોચીન, થાણે, દિલ્હી, ઝજ્જર, કાનપુર, આગ્રા, વારાણસી, ગોરખપુર, નાગપુર, અલીગઢ, કાલિકટ અને કોલકાતા ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 
ગ્રાહકો આ મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને 15 પ્રકારના ટ્રાન્ઝેક્શનો હાથ ધરી શકશે. આ મોબાઇલ એટીએમ પ્રત્યેક સ્થળે એક નિશ્ચિત સમય માટે કાર્યરત રહેશે. તે એક દિવસમાં 3-4 સ્થળોને આવરી લેશે.
 
એટીએમની સેવા મેળવવા માટે લાઇન કરતી વખતે સામાજિક અંતર જાળવવાના સંદર્ભમાં તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવશે તથા સ્ટાફ અને ગ્રાહકોની સુરક્ષાની ખાતરી કરવા માટે સેનિટાઇઝેશન કરવામાં આવશે.
 
એચડીએફસી બેંક ખાતે લાયેબિલિટી પ્રોડક્ટ્સ, થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ અને નોન-રેસિડેન્ટ બિઝનેસના ગ્રૂપ હેડ એસ. સંપથકુમારે જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે, મોબાઇલ એટીએમની આ સેવા જે લોકો પોતાના વિસ્તારમાંથી બહાર નીકળવાનું સાહસ કરવા માંગતા નથી તેમને મૂળભૂત નાણાકીય સેવાઓ મેળવવામાં ખૂબ જ મદદરૂપ થશે. 
 
આ કપરાં સમયમાં અમે સૌ કોઇને #Stay Home and #Stay Safe રહેવામાં મદદરૂપ થવા અમારી ફરજ નીભાવવા માંગીએ છીએ, કારણ કે, કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટે આપણે સૌ એક સાથે ઊભા છીએ. આ સેવા રોગચાળા સામે અથાક લડત આપી રહેલા તમામ આરોગ્ય કાર્યકરો અને આવશ્યક સેવાઓ પૂરી પાડનારા અન્ય લોકોને પણ ખૂબ જ મદદરૂપ થશે.’
 
ક્રમ નં. એટીએમ ખાતે પૂરી પાડવામાં આવતી સેવાઓના પ્રકારો
1 રોકડ નાણાં ઉપાડવા
2 બેલેન્સની પૂછપરછ
3 મિનિ-સ્ટેટમેન્ટની વિનંતી કરવી
4 એટીએમ પિન બદલવો
5 ગ્રીન પિન મારફતે એટીએમ પિન જનરેટ કરવો
6 ક્રેડિટ કાર્ડની ચૂકવણી કરવી
7 ગ્રાહકોને તરત લૉન પૂરી પાડવી
8 ચેક બૂક મંગાવવી / ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું
9 પ્રીપેઇડ મોબાઇલનું રીચાર્જ કરવું
10 એક જ એટીએમ / ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા ખાતાઓની વચ્ચે નાણાં ટ્રાન્સફર કરવા
11 યુટિલિટી બિલોની ચૂકવણી કરવી
12 ચેકની સ્થિતિ અંગે જાણકારી મેળવવી
13 IPIN (નેટબેંકિંગ પિન) માટે વિનંતી કરવી
14 મોબાઇલ બેંકિંગ માટે નોંધણી કરાવવી
15 મોબાઇલ નંબર અપડેટ કરવો
16 કાર્ડ વગર રોકડા ઉપાડવા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર