HDFC બેંકના ATM દ્વારા નહી કરી શકો ટ્રાંજેક્શન, બંધ રહેશે સર્વિસ

બુધવાર, 13 જૂન 2018 (17:20 IST)
જો તમે એચડીએફસી બેંકના ગ્રાહક છો તો તમને એટીએમમાંથી પૈસા કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  બેંકે પોતાના ગ્રાહકોને સૂચિત કરતા કહ્યુ છે કે 14 જૂનની રાતથી લઈને સવાર સુધી એટીએમમાંથી કોઈપણ પ્રકારનુ ટ્રાંજેક્શન નહી થઈ શકે. 
 
14 જૂનના રોજ બંધ રહેશે એટીએમ 
 
સોફ્ટવેયર અપગ્રેડ થવાના કારણથી એચડીએફસી બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડ રાત્રે 12.30 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી કામ નહી કરે. તેથી તમે કોઈપણ પ્રકારનુ ઓનલાઈન, ઓફલાઈન કે પછી એટીએમ દ્વારા કેશ કાઢી શકતા નથી.  બેંકે પોતાના ગ્રાહકોને સલાહ આપી કે તેઓ પોતાની બધી બેંક સાથે જોડાયેલ કાર્ય રાત્રે 12 વાગ્યા પહેલા જ કરી લે. જેથી કોઈ પરેશાની ન થાય. ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ પણ સોફ્ટવેયર અપગ્રેડ થવાને કારણે એટીએમમાંથી કોઈપણ પ્રકારનુ ટ્રાંજેક્શન થયુ નહી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર