કોવિડ-19ના વધી રહેલા કેસ અને દેશના વિવિધ હિસ્સાઓમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને એચડીએફસી બેંકે આજે લૉકડાઉન દરમિયાન ગ્રાહકોને મદદરૂપ થવા સમગ્ર ભારતમાં મોબાઇલ ઑટોમેટેડ ટેલર મશીન્સ (ATMs) ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. પ્રતિબંધિત / સીલ કરવામાં આવેલા વિસ્તારોમાં મૂકવામાં આવેલા મોબાઇલ એટીએમ સામાન્ય લોકોને રોકડ ઉપાડવા માટે તેમના વિસ્તારમાંથી બહાર જવાની જરૂરિયાત દૂર કરી દેશે.
એચડીએફસી બેંક ખાતે લાયેબિલિટી પ્રોડેક્ટ્સ, થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ અને નોન-રેસિડેન્ટ બિઝનેસના ગ્રૂપ હેડ શ્રી એસ. સંપથકુમારે જણાવ્યું હતું કે, અમને આશા છે કે, જે લોકો પોતાનો વિસ્તાર છોડીને બહાર જવાનું સાહસ ખેડ્યાં વગર મૂળભૂત નાણાકીય સેવાઓ મેળવવા માંગે છે, તેમના માટે મોબાઇલ એટીએમ આશીર્વાદરૂપ બની રહેશે.