GST Impact:- સિગરેટની લંબાઈ પ્રમાણે લાગશે સેસ... એક સિગારેટ 80 પૈસા જેટલી મોંઘી

મંગળવાર, 18 જુલાઈ 2017 (12:52 IST)
સોમવારે જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજયોનાં નાણાં મંત્રી પણ સામેલ થયા. આ બેઠકમાં સિગારેટ પર સરચાર્જ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો જેથી જીએસટી લાગુ થયા બાદ સિગારેટની કિંમત ઘટી ના જાય. નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, જીએસટી કાઉન્સિલે સિગરેટ પર સેસ વધારવાનો નિર્ણય કર્યો છે.
 
આ ભાવ વધારો આજથી લાગુ થઈ ગયો છે. તેનાથી સરકારને 5000 કરોડની આવક થશે. કાઉન્સિલની બેઠક પછી નાણામંત્રી અરુણ જેટલીએ માહિતી આપી હતી. સિગારેટની લંબાઈ અનુસાર અલગ અલગ સેસ છે. લંબાઈ 65 મીમી સુધી હોય તો હજાર સિગારેટ પર સેસ 485 રૂપિયા વધાર્યો છે. 65  મીમીથી મોટી હોય તો હજાર સિગારેટ પર સેસ 792 રૂપિયા સુધી વધાર્યો છે. કારણે એક સિગારેટ 80  પૈસા સુધી મોંઘી થશે.

વેબદુનિયા પર વાંચો