Gold Rate Today: સોનાના ભાવમાં મોટો કડાકો

મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (16:02 IST)
Gold Rate today- મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે. સોનું 67 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું. 
 
સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX gold price) પર સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.
 
સોના મામૂલી વધારા સાથે 58,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. આ પછી તેમાં ઘટાડો થયો અને બપોરે 12 વાગ્યા સુધીમાં તે 0.11 ટકાના ઘટાડા સાથે 58,863 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો એટલે કે 67 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. જ્યારે ગઈકાલે સોનું રૂ.58,930 પર બંધ થયું હતું.
 
24 કેરેટ સોનું 59,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 74,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ઉપલબ્ધ છે. 
 
આજે દિલ્હીમાં 22 કેરેટ ગોલ્ડનો ભાવ 54,990  રૂપિયા દર 10 ગ્રામના લેવલ પર છે. તે સિવાય મુંબઈમા 54,840,  ગુરુગ્રામમાં તે રૂ. 54,990, કોલકાતામાં રૂ. 54,840, લખનૌમાં રૂ. 54,990 અને જયપુરમાં રૂ. 54,990 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર