સોનાના ભાવ ઓલટાઇમ હાઈ પર પહોંચ્યા, ભારતમાં સોનું 83 હજારને પાર

શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 (14:37 IST)
સોનાના ભાવ ઓલટાઇમ હાઈ પર પહોંચ્યા, ભારતમાં સોનું 83 હજારને પાર

રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં મજબૂતાઈના કારણે સોનાની કિંમત 83,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી વિક્રમી ટોચે પહોંચી ગઈ છે.
 
સોના-ચાંદીના ભાવમાં વધારો
ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતાના સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 83,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે 99.5 ટકા શુદ્ધતાના સોનાનો ભાવ વધીને 83,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. આ સાથે ચાંદીની કિંમતમાં પણ 1,150 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને તે 94,150 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર