Gold Price - સોમવાર, ૧૨ મે, ૨૦૨૫ ના રોજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન ડિલિવરી માટેના સોનાના વાયદાના ભાવમાં ૩,૯૩૦ રૂપિયા અથવા લગભગ ૪%નો તીવ્ર ઘટાડો થયો. હવે તે 92,588 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે,
જ્યારે દિવસના ટ્રેડિંગ દરમિયાન તે એક સમયે ઘટીને 92,389 રૂપિયા થઈ ગયો હતો. શુક્રવારના સત્રમાં સોનાનો બંધ ભાવ 96,518 રૂપિયા હતો.
ઘટાડાનાં મુખ્ય કારણો - ડોલરની શાંતિ અને મજબૂતાઈ
સોનામાં આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ટેરિફ અંગે થયેલા કરારથી બજારમાં સકારાત્મકતા આવી છે. તે જ સમયે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતથી પણ રોકાણકારોને જોખમ લેવાની પ્રેરણા મળી.