જાણો વિરોધ બાદ ગિરનાર રોપ વેની ટિકિટમાં કેટલો થયો ઘટાડો

ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (10:44 IST)
થોડા દિવસો પહેલાં સામાન્ય જનતા માટે ગિરનાર રોપ વેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જોકે રોપ વેના વધુ ભાવને લઇને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. જેના લીધે રોપ વે ચાર્જિંસમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. 
 
રોપના જે નવા ચાર્જ લાગૂ કરવામાં આવ્યા છે, તેમાં જીએસટીની રકમ ટિકિટના ભાવ જ જોડી દેવામાં આવ્યા છે. જેના અનુસાર હવે પુખ્ત વયના લોકો માટે ટિકિટનો ભાવ 826 રૂપિયાના બદલે 700 રૂપિયા હશે. તે જ પ્રકારે બાળકો માટે આ દર 350 રૂપિયા રહેશે. આ ટિકિટના દર પર વ્યક્તિ ગિરનાર પર જઇને ફરીથી નીચે આવી શકશે. 
 
આ ઉપરાંત પાંચ વર્ષ સુધી બાળકની કોઇ ટિકીટ લાગશે નહી. પાંચથી દસ વર્ષ સુધી બાળકની અડધી અને તેનાથી વધુ ઉંમર હશે તો આખી ટિકીટ થશે. દિવ્યાંગ વ્યક્તિઓને ટિકીટમાં રાહત આપવામાં આવશે. રોપ વેની ટિકીટમાં હાલ જે ઘટાડો થયો છે, તેના અનુસાર તો સમજી શકાય સામાન્ય જનતા સાથે કોઇ મજા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. 
 
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ ગિરનાર રોપવેનું ભાડું સામાન્ય જનતાના અનુસાર રાખવાની માંગ કરી હતી. તેમના અનુસાર આ રોપનો ચાર્જ સામાન્ય જનતાને અનુકૂળ નથી. ગરીબ વર્ગ કિંમતના કારણે તેનો ફાયદો ઉઠાવી શકતો નથી. જો સરકાર અને મુખ્યમંત્રી કોઇ પ્રકારે રોપનો ચાર્જ 300 રૂપિયા સુધી રખાવી શકે તો સામાન્ય જનતા પણ તેનો લાભ ઉઠાવી શકશે. આ ઉપરાંત જૂનાગઢના મેયર ધીરૂભૈએ પણ રોપના ભાડાને 400ની આસપાસ રાખવાની લેખિત માંગણી મુખ્યમંત્રીને કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર