ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ - પાલનપુર - ગાંધીધામ દૈનિક એક્સપ્રેસ
ટ્રેન 19406 ગાંધીધામ - પાલનપુર એક્સપ્રેસ તારીખ 21જુલાઈ 2022 થી રોજ સવારે 06:00 કલાકે ગાંધીધામથી ઉપડીને તે જ દિવસે 12:40 કલાકે પાલનપુર પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 19405 પાલનપુર - ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુર થી 13:10 કલાકે ઉપડીને તે જ દિવસે 19:50 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓ માં ભીમાસર, ચિરઈ, ભચાઉ, વોંધ, સામાખ્યાલી , લકડિયા, શિવલાખા, ચિરોડ, કિડિયાનાગર, પદમપુર, ભુટકિયા ભીમાસર, આડેસર, લખપત, પીપરાલા, ગરમડી, સાંતલપુર,છાંણસરા, વાઘપુરા, વારાહી, પીપળી,રાધનપુર,દેવગામ, ભાભર, મીઠા, દિયોદર, ધનકવાડા, જસાલી, ભીલડી, લોરવાડા, ડીસા અને ચંડીસર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એક કોચ એસી ચેર કાર (આરક્ષિત) અને 10 સામાન્ય વર્ગના બિનઆરક્ષિત કોચ હશે.
ટ્રેનના સ્ટોપેજ, સમય, સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે.