દુનિયાની સૌથી આર્થિક મહાશક્તિ અમેરિકાની ઈકોનોમી સંકટમાં જોવા મળી રહી છે. બેકાબુ થઈ રહેલા ફુગાવા સામે યુએસ ફેડરલ રિઝર્વ ઘૂંટણિયે આવી ગયુ હોય એવુ લાગે છે. અમેરિકાના બેન્કિંગ સેક્ટરમાં ભૂકંપ છતાં યુએસ સેન્ટ્રલ બેન્કે ફુગાવાને મોટો ખતરો ગણાવ્યો છે અને વ્યાજદરમાં ફરી એકવાર વધારો કર્યો છે. આ વખતે રાહતની આશા કરી રહેલા બજારને પણ આ જાહેરાત પસંદ ન આવી અને બુધવારે અમેરિકાના તમામ બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો.
0.25 ટકા વધી વ્યાજદર
અમેરિકી રિઝર્વ બેંક ગયા વર્ષે એપ્રિલથી વ્યાજ દરમાં આક્રમક વૃદ્ધિ કરી રહ્યુ છે. રિઝર્વ બેંક મોંઘવારીના દરને 2 ટકાથી નીચે લાવવા માંગે છે જે કે અત્યારે 6 ટકાથી વધારે છે. આ દરમિયાન ગઈકાલે રાત્રે ફેડરલ રિઝર્વ બેંકના વ્યાજદરોમાં 25 બેસિસ પોઈંટનો વધારો કરી દીધો. આ અગાઉ પણ જાન્યુઆરીમાં ફેડરલ રિઝર્વએ આટલો જ વધારો કર્યો હતો. ફેડના આ એલાન બાદ વ્યાજ દર વધીને હવે 4.75% થી 5% થઈ ગયુ છે.
ભારત પર પણ વધ્યુ સંકટ
યુએસ ફેડના આ નિર્ણય બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર વ્યાજ દર વધારવાનું દબાણ વધ્યું છે. આ સાથે ભારતીય શેરબજારમાંથી FIIના ઉપાડમાં વધારો થવાની શક્યતા છે. ભારતીય રૂપિયો પહેલેથી જ દબાણ હેઠળ છે, અને 83 ના સ્તરને તોડવા માટે ભયાવહ દેખાય છે. ફેડના આ નિર્ણયથી અમેરિકી ડોલર મજબૂત થશે, જેના કારણે ભારત સહિત અનેક વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને ગરમીનો અહેસાસ થશે.
અમેરિકાના બજારો ગબડ્યા
યુએસ ફેડનો નિર્ણય સામે આવતાની સાથે જ શેરબજારમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું અને જોરદાર વેચવાલીથી અમેરિકાના તમામ ઈન્ડેક્સ મોઢા પર આવી ગયા. ટ્રેડિંગ દરમિયાન S&P 500 0.4% લપસી ગયો. તે જ સમયે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ બપોરે 3:06 વાગ્યા સુધી 181 પોઇન્ટ અથવા 0.6%ના ઘટાડા સાથે 32,378 પર હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.2% ના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો હતો
આગળ પણ રડાવશે મોંઘવારી
હવે મોટો સવાલ એ છે કે ફેડ આગળ ક્યા સુધી વ્યાજ દર વધારતુ રહેશે. ફેડરલ રિઝર્વ બેંકે કહ્યુ કે તેમની જવાબદારી મોંઘવારી પર કાબુ રાખવાની છે. વ્યાજ દરમાં વધારો કરી રહ્યા છીએ જેથી ફુગાવાને કાબુમાં લાવી શકાય. ફેડરલ રિઝર્વે કહ્યું કે ફુગાવો અટકાવવો એ તેમનું મુખ્ય ધ્યાન છે. તેમણે કહ્યું કે આ વર્ષે ફરી એકવાર વ્યાજમાં વધારો થઈ શકે છે. અમેરિકી ફેડરલ તરફથી વ્યાજ દર વધારો થવાથી બોન્ડ યીલ્ડ વધવા શરૂ થઈ જાય છે. જેના કારણે બેંકોને બોન્ડ રોકાણમાં નુકસાન થાય છે.