PF ની સુવિદ્યા માટે આધાર કાર્ડ જરૂરી, પેશનરો માટે જીવન પ્રમાણ પત્ર દાખલ કરવાની તારીખ લંબાવાઈ

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (15:27 IST)
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ પોતાના 50 લાખથી વધુ ખાતા ધારકો અને પેશનરો માટે ડિઝિટલ જીવન પ્રમાણ પત્ર દાખલ કરવાની સીમા વધારીને 31 માર્ચ કરી દીધી છે.  તેનાથી પેંશનધારકોને પોતાના પેશનખાતાને અધાર સાથે જોડવા માટે વધુ સમય મળી જશે.  આ પહેલા ઈપીએફઓએ જીવન પ્રમાણ પત્ર કાર્યક્રમ માટે 28 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. 
 
આ એક્ટ લાગૂ કરવામાં આવ્યો 
 
ઈમ્પ્લોઈઝ પેશન સ્કીમ સાથે જોડાયેલ દરેક મેમ્બરના એકાઉંટમાં કેન્દ્ર સરકાર તેના બેસિક વેતનનો 1.16 ટકા ફાળો આપે છે. આ ઉપરાંત 8.33 ટકા એ કર્મચારીઓના ઈમ્પ્લોયર દરેક મહિને જમા કરે છે. સરકાર ઈ.પી.એફ.ઓ પર સબસીડી આપે છે તેથી સરકારે આધાર એક્ટૅના સેક્શન 7ને અહી લાગૂ કરી દીધો છે.  જેના હેઠળ આ સરકારી યોજનાનો લાભ ઉઠાવવા માટે આધાર નંબર આપવો જરૂરી રહેશે. 
 
31 માર્ચ સુધી નોંધણી કરાવવી પડશે 
 
ઈ.પી.એફ.ઓ.ના કેન્દ્રીય ભવિષ્ય નિધિ આયુક્ત વી.પી. જૉયે કહ્યુ, "હાલ પેશનભોગીઓ સાથે અંશધારકોને આધાર કે પંજીકરણ પ્રતિ 31 માર્ચ 2017 સુધી ઉપલબ્ધ કરાવવુ પડશે.  અમે મહિનાના અંતમા સ્થિતિની સમીક્ષા કરીશુ અને અંશધારકો અને પેંશનભોગીઓને 12 અંકોનો આધાર સંખ્યા આપવા માટે થોડો વધુ સમય આપી શકો છો." ઈ.પી.એફ.ઓ. એ પોતાના 120 ક્ષેત્રીય કાર્યાલયો ને આ વિશે ઈમ્પલોયર દ્વારા અંશધારકો અને પેંશનભોગીઓ વચ્ચે જાગૃતતા પેદા કરવા માટે વ્યાપક પ્રચાર પ્રસાર કરવા કહ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો