હાલ આ રીતે નક્કી થાય છે પેટ્રોલ ડીઝલના ભાવ
વર્તમાન નીતિ મુજબ સરકારી ઓઈલ કંપનીઓ ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ પ્રમાણે ડીઝલ-પેટ્રોલના છૂટક દરોમાં ફેરફાર કરે છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો નથી. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 7મી માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થવાની સાથે જ સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝડપથી વધારો કરવાનું શરૂ કરી દેશે.