રાંધણ ગેસ 1500 રૂપિયાને પાર જઈ શકે, લોકોએ ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે

શનિવાર, 2 એપ્રિલ 2022 (12:41 IST)
મોંઘવારીના આ મારથી પહેલાં જ સામાન્ય જનતા પરેશાન છે ત્યારેં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પતતાં જ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં વધારો થવા માંડયો છે. સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, લોકોએ હજુ વધારે માર માટે તૈયાર રહેવું પડશે. ખાસ રાંધણ ગેસમાં તોતિંગ વધારો ઝિંકાશે ને બોટલની કિંમત 1500 રૂપિયાને પાર જઈ શકે છે.
 
પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર રીતે ભાવ વધશે એવું કહ્યું નથી પણ લોકોએ ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે એવું કહી દીધું છે. વૈશ્વિક સ્તરે કુદરતી ગેસના ભાવમાં વર્ષમાં બે વખત ફેરફાર કરવામાં આવે છે. હવે ઓક્ટોબરમાં કિંમતમાં ફેરફાર કરવામાં આવશે તેથી ઘટાડાની શક્યતા ઓક્ટોબરમાં જ છે.
 
પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર રીતે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી આગામી છ મહિના માટે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ૬.૧ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થઈ છે. ૩૧ માર્ચના રોજ તેની કિંમત ૨.૯ ડોલર હતી. આમ હવે પછીના છ મહિનામાં લગભગ બમણી રકમ ચૂકવવાની થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર