મલ્ટી કમોડિટી એક્સચેંજ પર ઓગસ્ટ 2023માં ડિલીવરી વાળા ગોલ્ડ 64 રૂપિયા એટલે કે 0.11 ટકાના વધારા સાથે 59,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉના સત્રમાં, ઓગસ્ટ કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 59,076 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદી 74,351 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે કારોબાર કરતી જોવા મળી હતી
મલ્ટી કમોડિટી એક્સચેંજ પર ડિલિવરી માટે ચાંદી, મંગળવારે સાંજે 0.88 ટકા અથવા રૂ. 652 વધીને રૂ. 74,351 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.