Hero MotoCorp એ સ્કુટર્સ માટે રજુ કરી બાયબૈક સ્કીમ, ગ્રાહકો પાસેથી નક્કી કિમંત પર પરત લેશે કંપની

ગુરુવાર, 9 મે 2019 (16:00 IST)
દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પોતાના સ્કુટર્સ માટે એક બાયબૈક સ્કીમને રજુ કરી છે. આ સ્કીમ દ્વારા કંપનીનુ લક્ષ્ય ભારતના ટૉપ-10 બજારમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવાની છે. 
 
આ સ્કીમ હેઠળ નવુ હીરો સ્કુટર ખરીદનારા દરેક ગ્રાહકને યૂજ્ડ ટુ-વ્હીલર બ્રાંડ સીઆરઈડીઆર દ્વારા એક ગેરંટેડ બાયબૈક સર્ટિફિકેટ આપવામાં આવશે.  આ સર્ટિફિકેટમાં આગામી પાંચ વર્ષ માટે દર છ મહિનાના અંતરે નક્કી બાયબૈક મૂલ્ય દર્શાવવામાં આવશે. 
 
હીરો મોટોકોર્પના પ્રમુખ સેલ્સ અને આફ્ટર સેલ્સ, સંજય ભાને કહ્યુ કે હીરો મોટોકોર્પ એક વિઘટનકારી મૂલ્ય લઈને આવી છે.  ભારતીય ટૂ-વ્હીલર માર્કેટમાં આ પોતાની પ્રકારની પ્રથમ રજુઆત છે.  જ્યા ઉપભોક્તાને તેના નવા હીરો સ્કૂટરની ખરીદી પર ભવિષ્યની ગેરંટેડ રિ-સેલ વૈલ્યૂ આપવામાં આવી રહી છે. 
 
તેમણે કહ્યુ કે આગળ આવનારા કેટલાક મહિનામાં અમારી યોજના દેશના ટૉપ-10 બજારમાં આ સ્કીમને પાયલોટ પ્રોજેક્ટ પર શરૂ કરવાની છે. ગ્રાહક પોતાના સ્કૂટર અને બાયબૈક સર્ટિફિકેટની સાથે કોઈપણ હીરો ડીલરશિપ પર જઈને પોતાના બાયસૂરેંસ લાભનો દાવો કરી શકે છે. કંપની ભારતમાં પ્લેઝર અને ડેસ્ટિની સહિત સ્કૂટરની એક વિસ્તૃત રેંજનુ વેચાણ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર