શેર બજારની મજબૂત શરૂઆત, સેંસેક્સ 71600ને પાર, આ કંપનીઓના શેરમાં શાનદાર તેજી

બુધવાર, 27 ડિસેમ્બર 2023 (11:34 IST)
ભારતીય શેર બજારની મજબૂત શરૂઆત થઈ છે. બીએસઈ સેંસેક્સ 281.68 અંક ઉછળીને 71,618.48 પર પહોચી ગયો છે. બીજી બાજુ એનએસઈ નિફ્ટી  86.70 અંકોની તેજી સાથે 21,528.05 પર વેપાર કરી રહ્યો છે. શરૂઆતી વેપારમાં બૈકિંગ, ઓટો અને ફાર્મા શેરમાં સારી તેજી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સ્ટોક માર્કેટમાં મજબૂતી રહી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનીક શેર બજારમાં મંગળવારે સતત ત્રીજા વેપારી સત્રમાં તેજી રહી હતી. જિયોજીત ફાઈનેશિયલ સર્વિસેજની શોધ પ્રમુખ વિનોદ નાયરે કહ્યુ કે અમેરિકી કેંરીય બેંક ફેડરલ રિઝર્વના આગામી વર્ષે નીતિગત દરમાં આક્રમક કપાતની આશામાં બજારમાં તેજી રહી. વૈશ્વિક સ્તર પર જોખમની વચ્ચે એફઆઈઆઈની પૂંજી નિકાસી અને શેરના અધિક મૂલ્યાંકન છતા ઘરેલુ બજારમાં મજબૂતી બનીલી છે. 
 
 
આ કંપનીઓના શેરમાં તેજી 
સેંસેક્સની કંપનીઓમાં અલ્ટ્રાટેક સીમેંટ, બજાજ ફાઈનેંસ, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, લાર્સન એંડ ટુબ્રો અને પાવર ગ્રિડ પ્રમુખ રૂપથી લાભમાં રહ્યા. એશિયન પેંટસ, એનટીપીસી, મારુતિ અને હિન્દુસ્તાન યૂનિલીવરમાં ઘટાડો હતો.  અન્ય એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કી, ચીનનો શંઘાઈ કમ્પોજિટ અને હોંગ કોંગનો હૈગસેંગ લાભમાં અને દક્ષિણ કોરિયાનો કૉસ્પી નુકશાનમાં હતો.  મંગળવારે અમેરિકી બજાર લાભની સાથે બંધ થયા હતા. વૈશ્વિક તેલ બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ 0.07 ટકા ગબડીને 81.01 ડૉલર  પ્રતિ બૈરલ પર આવી ગયો. શેર બજારના આંકડા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ મંગળવારે 95.20 કરોડ રૂપિયાના શેયર વેચ્યા હતા.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર