આ રીતે 5 મિનિટમાં જાણી લો તમારા PF એકાઉન્ટમાં કેટલો છે પૈસો
શનિવાર, 17 ડિસેમ્બર 2016 (16:02 IST)
તમે સરકારી નોકરી કરી રહ્યા હોય કે પ્રાઈવેટ જોબ, દર મહિને તમારી સેલેરીમાંથી એક અમાઉંટ પ્રૉવિડેંટ ફંડ(PF)માં જમા થતી જ હશે. જો કે મોટાભાગના લોકોને એ ખબર જ નથી હોતી કે પીએફ એકાઉંટમાં કેટલો પૈસો છે. તેના વિશે કેવી રીતે જાણ કરી શકાય છે કે પછી પૈસા કેવી રીતે અને ક્યારે કાઢી શકાય છે. આજે webduniagujarati તમને બતાવી રહ્યુ છે કે કેવી રીતે તમે થોડીક જ મિનિટોમાં આ બધી માહિતી તમારા ફોન દ્વારા મેળવી શકો છો.
આ 5 રીતે જાણો PFમાં કેટલો છે પૈસો
1. ઑનલાઈન - તમારા પીએફ એકાઉંટમાં કેટલો પૈસો જમા છે. એ જાણવા માટે સૌ પહેલા http://uanmembers.epfoservices।in/ પર જાવ. ત્યારબાદ વેબસાઈટના હોમપેજના રાઈટ સાઈડમાં તમને UAN નંબર અને પાસવર્ડની કોલમ દેખાશે. તેમા તમને UAN નંબર અને પાસવર્ડ આપવો પડશે. પછી એક નવુ પેજ ખુલશે જેમા Download ટૈબ આવશે. આ ટૈબ પર ક્લિક કરતા Download Passbook ઓપ્શન દેખાશે. Download Passbook પર ક્લિક કરો. તમારી પાસબુક ડાઉનલોડ થઈ જશે. સાથે જ તમારા સ્ક્રીન
પર પાસબુક ખુલી જશે. આ પાસબુક દ્વારા તમે તમારા PF એકાઉંટનું બેલેંસ ચેક કરી શકો છો.
આગળની સ્લાઈડમાં વાચો એપ દ્વારા કેવી રીતે જાણશો બેલેંસ...
મોબાઈલ એપ દ્વારા PF એકાઉંટનુ બેલેંસ ચેક કરવા માટે તમારે www.epfindia.com પર જઈને મોબાઈલ એપ ડાઉનલોડ કરવો પડશે. આ એપ ફોનમાં ઈંસ્ટોલ થયા પછી જેવુ જ તમે આ ઓપન કરશો કે તમને હોમપેજ પર ટીમ ઑપ્શન જોવા મળશે. અહી પહોંચીને તમારે મેંબરવાળા ઑપ્શન પર ક્લિક કરવુ પડશે. જેવુ તમે ક્લિક કરશો તમને ફરી બે ઓપ્શન મળશે. એક્ટિવેટ UAN નંબર અને વ્યૂ બેલેંસ પાસબુક. જો તમારો UAN નંબર એક્ટિવેટ નથી તો પહેલા અહીથી એક્ટિવેટ કરી લો. UAN નંબર એક્ટિવેટ થયા પછી તમે પીએફ નંબરનો યૂઝ કરી તમારા પીએફ એકાઉંટમાં જમા રકમ વિશે જાણી શકશો.
આગળની સ્લાઈડમાં વાંચો કેવી રીતે એક મિસ્ડ કૉલમાં જાણો PFનુ બેલેંસ...
તમે ફક્ત એક મિસ્ડ કૉલના દ્વારા પણ PF અકાઉંટનું બેલેંસ ચેક કરી શકો છો. આવુ કરવા માટે તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કૉલ આપવો પડશે. ત્યારબાદ તમારા મોબાઈલ પર એક એસએમએસ આવશે. જેમા તમારો UAN નંબર, પૈન નંબર, નામ અને ડેટ ઓફ બર્થ વગેરેની વિગત હશે. મિસ્ડ કોલથી પીએફનુ બેલેંસ જાણવા માટે UAN નંબરને કેવાઈસી ડિટેલ, બેંક એકાઉંટ ડિટેલ, પૈન કે આધાર સાથે લિંક કરવુ પડશે. ઈપીએફઓ તમને પીએફ બેલેંસ અને કેવાઈસીની માહિતી આપશે.
ફક્ત એક SMSમાં પણ જાણી શકો છો PF બેલેંસ...
એસએમએસથી પીએફ બેલેંસ જાણવા માટે તમારે તમારા UAN નંબરને 77382-99899 પર મોકલવો પડશે. જો તમે અંગ્રેજીમાં માહિતી ઈચ્છો છો તો એ માટે તમારે EPFOHO સ્પેસ ACT, UAN નંબર સ્પેસ ENG લખીને 77382-99899 પર એસએમએસ કરવો પડશે. આ સર્વિસ 10 ભાષામાં મળી રહેશે. બીજી ભાષા માટે ENGના સ્થાન પર જે ભાષામાં તમને માહિતી જોઈએ છે એના અંગ્રેજીમાં પ્રથમ ત્રણ લેટર આપવા પડશે. જેવુ કે જો તમે હિન્દીમાં માહિતી ઈચ્છો છો તો ENG ને બદલે HIN અને ગુજરાતીમાં જોઈતુ હોય તો GUJ લખવુ પડશે. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલથી મેસેજ મળતા ઈપીએફઓ તમને પીએફ ખાતામાં જમા રકમની માહિતી આપશે.
આગળની સ્લાઈડમાં વાંચો કેવી રીતે જાણ થશે UAN નંબર....
જો અત્યાર સુધી તમારો UAN નંબર એક્ટિવેટ નથી થયો તો તમે તમારા પીએફ નંબરથી એકાઉંટ બેલેંસ વિશે જાણકારી મેળવી શકો છો. આ માટે તમારે http://members.epfoservices.in/home.php સાઈટ ખોલવી પડશે. પેઝ ખુલતા રઈટ સાઈડ પર લોગઈનનુ કૉલમ આવશે. તેમા તમારે એક ડોક્યૂમેંટ પસંદ કરવાનુ છે. જેવી રીતે પેન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉંટ નંબર, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ નંબર, રાશન કાર્ડ વગેરે. તેમાથી કોઈ એક સિલેક્ટ કર્યા પછી તેનો નંબર નીચેના કૉલમમાં આપવો પડશે. પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપવો પડશે. ત્યારબાદ તમે સાઈન ઈન કરશો. પછી નવુ પેજ ખુલશે જેમા પાસબુક ડાઉનલોડ કરવાનુ ઓપ્શન હશે. અહીથી પાસબુક ડાઉનલોડ કર્યા પછી તમને પીએફ એકાઉંટમાં જમા રકમની જાણ થઈ જશે.
પાસબુકમાં હોય છે બધી માહિતી
અહીથી તમે પાસબુક પણ જોઈ શકો છો. તેમા તમને વર્તમાન અને અગાઉના એમ્પ્લોયર દ્વારા ડિપોઝીટ રકમની પણ માહિતી મળી જશે. વર્તમાન એમ્પ્લોયરે તમારા PF એકાઉંટમાં વર્તમાન અને પાછલા ફાઈનેંશિલ ઈયરમાં જમા કરે છે એ પણ જોઈ શકશો. PFમાં જમા રકમ પર તમને કેટલુ વ્યાજ મળ્યુ. તેની પણ માહિતી તમને પાસબુકમાંથી મળી જશે.
પાસવર્ડ યાદ નથી તો..
જો તમને UAN નંબર ખબર છે અને પાસવર્ડ ભૂલી ગયા છો તો ટેંશન લેવાની જરૂર નથી. તમે UAN નંબર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નાખવો પડશે. ત્યારબાદ ફૉરગેટ પાસવર્ડ પર ક્લિક કરવુ પડશે. થોડી જ મિનિટમાં તમારા મોબાઈલ પર નવો પાસવર્ડ આવી જશે. તેનાથી તમે તમારી પાસબુક ડાઉનલોડ કરી શકો છો.