2009 વિશ્વ માટે ગંભીર-વર્લ્ડ બેન્ક

વેબ દુનિયા

બુધવાર, 10 ડિસેમ્બર 2008 (21:58 IST)
વિશ્વ બેન્કે વૈશ્વિક અર્થતંત્ર માટે 2009 માટે ગંભીર ચિત્ર રજૂ કર્યુ છે. જેમાં 0.9 ટકાનો વૃધ્ધિદર જણાવવામાં આવ્યો છે.

કેનેડામાં પણ મંદીની જાહેરાત કરવામાં આવી છે. એકબાજુ અમેરિકી મોટી કાર કંપનીઓ માટે પેકેજ અધ્ધરતાલ છે. તેના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ રીપોર્ટમાં વર્લ્ડ બેન્કે તેની વૃધ્ધિ આગાહીમાં જોરદાર કાપ મુક્યો છે. અને આગાહી કરી છે કે વિશ્વ વેપારનું પ્રમાણ 2.1 ટકા થશે.

વિકાસશીલ દેશોનું અર્થતંત્ર 4.5 ટકાનાં વાર્ષિક દરે આગળ વધશે. જ્યારે વિકસિત દેશોની વધારે ચિંતાજનક રહેશે. કેનેડામાં સેન્ટ્રલ બેન્કે ગઈકાલે તેના વ્યાજદરમાં 0.75 ટકાનો ઘટાડો કરીને વ્યાજ દર 1.50 ટકા કર્યો હતો. કેનેડીયન અર્થતંત્ર વૈશ્વિક નાણાંકીય કટોકટી વચ્ચે મંદીમાં ગરકાવ થઈ ગયું છે. જાપાને તેના ઈલેક્ટ્રોનિ બિઝનેસમાં 30 ટકાનો કાપ મુક્યો છે. તો બ્રિટન અને અમેરિકાનાં ઓટો સેક્ટરમાં પણ મંદી ધીમે ધીમે ઘેરી બની રહી છે.

વેબદુનિયા પર વાંચો