મહિન્દ્રા સમૂહની સૂચના પ્રોધોગિકી કંપની ટેક મહિન્દ્રાએ સત્યમ કોમ્પ્યુટર સર્વિસેસ લિમિટેડના અધિગ્રહણના ઉદ્દેશ્યથી 51 ટકા ભાગીદારી માટે 2890 કરોડ રૂપિયા જમા કરાવી દીધા અને કહ્યુ એક સત્યમ એક પૃથક એકમના રૂપમાં કામ કરતી રહેશે.
સત્યમના મુખ્યાલયમાં ટેક મહિન્દ્રાના પ્રતિનિધિઓએ સત્યમ બોર્ડના સભ્યોની મુલાકાત લીધી અને અધિગ્રહણની પ્રક્રિયા અને સત્યમ પ્રત્યે ગ્રાહકોના ભરોસાને બનાવી રાખવાના ઉપાયો પર ચર્ચા કરી.
સત્યમ બોર્ડની બેઠકમાં ટેક મહિન્દ્રાના ચાર પ્રતિનિધિ વિશેષ આમંત્રિત સભ્યોના રૂપમાં જોડાયા, કારણ કે 31 ટકા શેરના શરૂઆતના એકત્ર થયા વગર તેઓ બોર્ડના સભ્ય નથી બની શકતા. ટેક મહિન્દ્રા ચાર પ્રતિનિધિઓ તરત જ બોર્ડમાં જોડાય તેવી શક્યતા છે.
આ ચાર પ્રતિનિધિઓમા ટેક મહિન્દ્રાના ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિદેશક વિનીત નાયર, અધ્યક્ષ(આંતરાષ્ટ્રીય પરિચાલન) સીપી ગુરુનાની, અધ્યક્ષ (રણનીતિક પહલ), સંજય કાલરા અને ટેક મહિન્દ્રાના નિદેશા અને મહિન્દ્રા સમૂહના સૂચના પ્રોધોગિકી ક્ષેત્રના અધ્યક્ષ ઉલ્હાસ યારગોપનો સમાવેશ થાય છે.