સત્યમના બેની જામીન અરજી રદ

વેબ દુનિયા

સોમવાર, 20 એપ્રિલ 2009 (11:53 IST)
સત્યમના બે કર્મચારીઓ વકટપતિ રાજુ અને સી.શ્રીસાઇલામની જામીન અરજી અહીંની સ્થાનિક કોર્ટે ફગાવી દીધી હતી.
સમગ્ર દેશને હચમચાવી મુકનાર સત્યમ કૌભાંડના સંબંધમાં આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. 7800 કરોડના કૌભાંડના લીધે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો.

આ બંને ચંચલગુડાની જેલમાં જયુડિશિયલ કસ્ટડીમાં છે. સત્યમના સ્થાપક બી.રામાલિંગારાજુ સહિત કૌભાંડના અન્ય આરોપીઓ પણ ચંચલગુડાની જેલમાં છે.

વેબદુનિયા પર વાંચો