ફુગાવાનો દર ઘટીને 10.68 ટકા થયો

ભાષા

શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (11:38 IST)
ઔદ્યોગિક ઈંધણ અને વિનિર્મિત સામગ્રીઓની ઓછી કિંમતના કારણે ફૂગાવાનો દર 11 ટકાથી 10.68ના સ્તર પર આવી શક્યો છે.

આ કિંમતના ઘટાડાને કારણે ભારતીય રિઝર્વ બેંકને આર્થિક વિકાસના દરને ઝડપી બનાવવા પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરવાની પરવાનગી મળી ગઈ છે.

થોકમૂલ્ય આધારિત ફૂગાવાના દરને 18 ઓક્ટોબરના સમાપ્ત સપ્તાહમાં તેના પહેલાના સપ્તાહ કરતા 0.39 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે કિંમત વૃદ્ધિના ઘટતા દરને કારણે રેપો રેટમાં ઘટાડો કરીને સીઆરઆરમાં ઘટાડો કરીને નાણાકીય નીતિને નરમ કરી શકાય છે.

વેબદુનિયા પર વાંચો