ફટાકડાની ખરીદી ઘટી, મોંઘવારીની સીધી અસર

સોમવાર, 28 ઑક્ટોબર 2013 (11:42 IST)
P.R


મોંઘવારીમાં ફટાકડાં હવાઇ ગયા છે.મોંઘવારીએ સામાન્ય લોકોની દિવાળી પર અસર કરી છે. ગત વર્ષ કરતાં ફટાકડાં મોંઘાં થતાં હજુ પણ બજારમાં ફટાકડાંની ખરીદીમાં ઘરાકી જોવા મળતી નથી. લોકોની ખરીદશક્તિ ઘટી છે અને દુકાનદારોને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે.

પહેલા ગ્રાહકો જથ્થાબંધ ફટાકડાની ખરીદી કરતા નજરે પડતાં હતાં. તેમાં આ વરસે સદંતર ઘટાડો થયો છે.બાળકોના મન રાખવા નાછુટકે ગ્રાહકો ખિસ્સા ખાલી કરી રહ્યાં છે.

આવકનું પ્રમાણ ઘટી રહ્યું છે તેની સામે મોંઘવારીનું પ્રમાણે વધી રહ્યું છે. અને તેની સીધી અસર આ વર્ષે દિવાળી પર જોવા મળે છે. ભવિષ્યમાં રંગેચંગે ઉજવાતા તહેવારો ફકત શુભેચ્છાઓ પૂરતા સિમિત રહી જાય તો નવાઈ નહી

વેબદુનિયા પર વાંચો