પેસાદાર ગામો... બેન્કોમાં 5000 કરોડ ડીપોઝીટ

ગુરુવાર, 18 જૂન 2015 (17:52 IST)
ગુજરાતના કચ્છ જિલ્લાના બાલાડીયા ગામમાં કુલ 1292 પરિવાર રહે છે. આ ગામની રાષ્ટ્રીય બેન્કોમાં ગામના લોકોના 2000 કરોડ રૂપિયા જમા છે. કચ્છ જિલ્લાનું બીજું એવું જ ગામ મધાપાર છે. આ ગામમાં 7630 પરિવાર રહે છે. આ ગામના લોકોની રાષ્ટ્રીય બેન્કોમાં 5000 કરોડ ડીપોઝીટ જમા છે. અને 1863 પરિવારોનુ કેરા ગામમાંના લોકોના બેન્કમાં 2000 કરોડ રૂપિયા જમા છે. આ બધા ગામોમાં મોટા ભાગની બેકોમાં એનઆરઆઈ લોકોના પૈસા જમા છે.

ગુજરાત રાજ્ય સ્તરના બેન્કર સમિતિના પૂર્વ સંયોજક કે સી ચીપ્પાનુ કહેવું છે કે, કચ્છના અમુક ગામો જેવા કે, બાલાડીયા, કેરા અને મધાપારમાં એનઆરઆઈ લોકોની ડીપોઝીટ સૌથી વધુ છે. કે સી ચીપ્પાની જાણકારી અનુસાર આ દેશના કરોડપતિ ગામો છે. બાલાડીયા, મધાપાર, અને કેરા ગામ વચ્ચે લગભગ 30 બેન્કોની શાખા છે અને 24 જેટલા એટીએમો છે.

કચ્છ જિલ્લાના બેન્ક કર્મચારીઓ પ્રમાણે, નાનપુરા, સમાત્રા, સુખપાર, કોડાકી, ભારાસર, રામપરા-બેકરા અને માનકુવા ગામના લોકોના બેન્કોમાં 100 કરોડથી 500 કરોડ રૂપિયા જમા છે. 

આ ગામના મોટા ભાગના લોકો કેન્યા, યુગાન્ડા, મોજાંબિક, તંજાનિયા, દક્ષિણ આફ્રિકા, બ્રિટેન, અને ઓસ્ટ્રેલિયામાં જઈ વસ્યા છે.

વેબદુનિયા પર વાંચો