નોકિયા કંપની વૈશ્વિક આર્થિક નરમીના પગલે બચત માટે પોતાના ફિનલેંડના કેન્દ્રને બંધ કરવાની કવાયત કરી રહ્યુ છે. અને 320 લોકોની છંટણી કરવા જઈ રહ્યુ છે. કંપનીએ કેટલીક અસ્થાઈ નોકરીઓની પણ છટણી કરવાની જાહેરાત કરી હતી.
વિશ્વની સૌથી મોટી મોબાઈલ નિર્માતા કંપની નોકિયા આ વર્ષના અંત સુધી દક્ષિણી ફિનલેંડમાં સ્થિત અનુસંધાન તેમજ વિકાસ કેન્દ્ર બંધ કરશે.
ફિનલેંડની કંપની વર્ષોથી કાર્ય કરતા 2500 કર્મચારિઓની અસ્થાઈ છંટણીની યોજના બનાવી રહી છે. જો કે ત્યા ઉત્પાદન યથાવત ચાલુ રહેશે.