તોશિબામાં અસ્થાયી કર્મચારીઓની છંટણી

જાપાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની તોશીબા કોર્પે શુક્રવારે કહ્યુ કે તેઓ નાણાકીય વર્ષ 2009-10ના અંત સુધી 3900 અસ્થાયી કર્મચારીઓની છંટણી કરશે.

કંપનીને નાણાકીય વર્ષ 2008-09માં 350 અરબ યેનનુ નુકસાન થવાનો અંદાજો છે. કંપનીએ જાન્યુઆરીમાં અનુમાન વ્યક્ત કર્યુ હતુ કે વીતેલા નાણાકીય વર્ષમાં તેને 280 અરબ યેનનુ નુકસાન થસેહ.

તોશીબાના કોર્પોરેટ કાર્યકારી ઉપાધ્યક્ષ ફૂમિયો મુરાઓકાએ કહ્યુ કે કંપની વર્તમાનમાં રાજય દ્વારા પ્રોયોજીત પુનર્વાસ કાર્યક્રમના ઉપયોગ કરવા પર વિચાર નથી કરી રહી પરંતુ ભવિષ્યમા આ યોજનાને માટે આવેદન કરવાની શક્યતાથી ઈનકાર નથી કરી શકાતો.

વેબદુનિયા પર વાંચો