ઘરેલુ શેરબજાર વેચાવલીનો શિકાર

બુધવાર, 20 નવેમ્બર 2013 (12:14 IST)
P.R
સતત તેજીમાં રહેનારો ઘરેલુ શેર બજાર બુધવારે વેચાવલીનો શિકાર થઈ ગયો. વેપારની શરૂઆતમાં શર બજાર ઘટાડા સાથે ખુલ્યો. બજાર પર આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મળેલ ખરાબ સંકેતો અને ડોલરની સામે રૂપિયામાં નરમીએ પણ બજાર પર દબાવ બનાવવાનું કામ કર્યુ છે

અમેરિકી ડોલર સામે રૂપિયો સપાટ જોવા મળી રહ્યો છે. બેંક, કેપિટલ ગુડ્સ અને કંજ્યૂમર ડ્યુરેવલ્સ શેરોમાં વેચાણથી બજાર ગબડ્યુ છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી બઢત જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય ઈંડેક્સ સેંસેક્સ 37 અંકના ઘટાડા સાથે 20,854ના સ્તર પર વેપાર કરી રહ્યા છે. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજના મુખ્ય સૂચકાંક નિફ્ટી 12 અંક ઘટીને 6,191 પર આવી ગયા છે.

આંતરરાષ્ટ્રીય બજારોની વાત કરીએ તો ઉચ્ચતમ સ્તર પર પહોચ્યા બાદ મંગળવારે અમેરિકી બજારોમાં થકાવટ જોવા મળી અને આ મામૂલી ઘટાડા સાથે બંધ થયો. ડાઓ જોંસ સપાટ થઈને 15,967 પર બંધ થયો. બીજી બાજુ નૈસ્ડેક લગભગ 0.5 ટકાના ઘટાડા સાથે 3,931.5 પર બંધ થયો. એસએંડપી 500 ઈંડેક્સ 0.2 ટકા ઘટીને 1788 પર બંધ થયો. એશિયાઈ બજારોમાં પણ સુસ્તીનુ વાતાવરણ જ છવાયુ છે.

વેબદુનિયા પર વાંચો