કેલ્શિયમ કાર્બાઇડ કે અન્ય કેમિકલથી પકાવવામાં આવતી કેરી ઓળખવી કેવી રીતે?

મંગળવાર, 9 જૂન 2015 (17:45 IST)
કેલ્શિયમ કાર્બાઇડે અન્ય કેમિકલ વડે પકાવવામાં આવતી કેરી ખાવાથી મગજના રોગો થવા ઉપરાંત અન્ય લાંબા ગાળે કેન્સર જેવા અનેક રોગો થવાનીની સંભાવનાઓ રહેલી છે. નેચરલ કેરી અને કેલ્શિયમ કાર્બાઈડથી પકાવેલી કેરી વચ્ચેનો તફાવત  પારખવા માટે કેરીને પાણી ભરેલી ડોલ કે વાસણમાં નાખવી. જો કેરી ડૂબી જાય તો તે કુદરતી રીતે પકાવેલી કેરી છે  તેમ સમજવું અને જો કેરી પાણીમાં તરવા લાગે તો સમજી લેવું કે આ કેરી ખાવાલાયક નથી,  કેમ કે તે  તે કેમિકલથી પકવવામાં આવેલી આર્ટિફિશિયલ કેરી છે. અન્ય ઉપાયરૂપે કેરી કુદરતી રીતે પકાવેલી નેચરલ છે કે દવાથી પકાવેલી છે તે કેરીના કલર ઉપરથી પણ ખબર પડી શકે છે.

કેટલાક વેપારીઓ વધુ અને વહેલો નફો મેળવવાની લાલસામાં ગેસથી પકવેલા ફળો લાવીને વેચાણ કરત હોવાના કારણે અસહ્ય ગરમીમાંથી બચવા લોકો વિવિધ ઉપાયના ભાગરૂપે ઠંડક મેળવવા માટે ફળો આરોગીને ઠંડક અનુભવતા હોય છે, પરંતુ આવાં ફળો આરોગતા તેમજ જ્યૂસ પીતાં પહેલાં થોડી સાવધાની રાખવી  જરૂરી રહી છે, કારણ કે  સામાન્ય રીતે મે અથવા જૂન માસમાં કેરીનું આગમન થતું હોય છે, છતાં અમદાવાદની  વિવિધ બજારોમાં હાલમાં કેરીનો મોટો જથ્થો વેચાઇ રહ્યો છે ત્યારે તંત્ર માત્ર એક બે નાના-મોટા દરોડા પાડીને કેરી કે અન્ય ફળો જપ્ત કરીને સંતોષ માની લે છે. બારેમાસ બજારમાં વેચાતાં કેળાંની પણ આ જ હાલત છે. આગલા દિવસે ટ્રક ભરીને ઊતરતાં લીલાછમ કાચાં કેલા બીજા દિવસે પીળા થઈને બજારમાં વેચાવા પણ આવી જાય છે આ અંગે સાયન્સના પ્રોફેસર ડો. પીયૂષભાઈએ જણાવ્યું હતું કે કાર્બાઈડમાં સીઓટુનું પ્રમાણ વધારે હોય છે, જે એનર્જી એક્ઝિસ્ટ કરીને ટેમ્પરેચર વધારે છે. ગરમી વધવાથી હોર્મનલ ઇફેક્ટ વધે છે અને ફળમાં ઇથિલિન હોય છે, જેની એક્ટિવિટી વધી જાય છે અને એનર્જી ડિગ્રેડેશન થાય ત્યારે સોલિડ ફોર્મમાં રહેલું કાર્બાઇડ પાઉડર બની જાય છે. કાર્બન ડાયોક્સાઇડ રિલિઝ થવાને કારણે ફળ તો પાકી જાય છે, પરંતુ કાર્બાઇડનો જે પાઉડર રહી જાય છે તેના પાર્ટિકલ કેરી અથવા તો અન્ય કોઇ ફળ સાથે મિક્સ થવાના કારણે આરોગ્યને મોટું જોખમ પેદા કરે છે.

પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં થયેલા માવઠાંને કારણે કેરીઓ મોટા પ્રમાણમાં વાવાઝોડાથી પડી ગઇ હતી. આવી કેરીઓેને કાર્બાઇડ વડે પકવીને બજારમાં મૂકવામાં આવતી હોવાનું પણ જણાયું છે, જોકે આવી પડી ગયેલી કેરીઓનો સ્વાદ કેરી પીળી દેખાતી હોવા છતાં અત્યંત ખાટો જ રહે છે.

વેબદુનિયા પર વાંચો