કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટશે : પવાર

ભાષા

શુક્રવાર, 28 ઑગસ્ટ 2009 (12:56 IST)
કૃષિમંત્રી શરદ પવારે બુધવારે સ્વીકાર કર્યો કે, ખરાબ ચોમાસાના કારણે આ નાણાકિય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટશે. સાથે જ તેમણે કહ્યું કે, બેન્ક દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ખેડૂતોને આપેલા દેણાની વસૂલી નહીં કરે.

પવારે એક ખાનગી ટીવી ચેનલ પર ઈંટરવ્યું દરમિયાન જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ દર નિશ્વિત રીતે ઓછો થશે પરંતુ તેમણે વૃદ્ધિ દરમાં ઘટાડાની માત્રા પર કોઈ ટિપ્પણી ન કરી. તેમણે કહ્યું કે, અત્યારે એ કહેવું ઉતાવળ ગણાશે કારણ કે, મને ખરીફ ઉત્પાદનની માહિતી નથી. વર્ષ 2008-09 માં કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર 1.6 ટકા રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો