એસબીઆઇના અધ્યક્ષ ઓ.પી.ભટ્ટે આજે કહ્યું હતું કે, અર્થ વ્યવસ્થામાં સૌથી ખરાબ સમય હવે ખતમ થઇ રહ્યો છે અને આંકડાઓથી સંકેતો મળી રહ્યા છે કે સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે.
અહીં રિઝર્વ બેંકના ગવર્નર ડી સુબ્બારાવ સાથેની બેંકરોની બેઠક બાદ ભટ્ટે કહ્યું હતું કે, અર્થ વ્યવસ્થામાં સૌથી ખરાબ સમય સમાપ્ત થઇ ગયો છે. આર્થિક આંકડાઓ બતાવી રહ્યા છે કે, બધા પાસા હવે સવળા થઇ રહ્યા છે.
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25 અને 0.25 ટકાનો ઘટાડો કરવા મામલે ભટ્ટે કહ્યું કે, મુખ્ય બેંકોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, વ્યાજ દરોમાં નરમાશ આવવી જોઇએ.