ગરમીમાં સૂર્યના તીવ્ર કિરણોને કારણે ત્વચા શ્યામ પડી જાય છે. એટલે ગરમીમાં ત્વચાની સાચણી માટે વધારે પ્રયત્નો કરવા પડે છે. ગરમીની સાથે સાથે આપણી ત્વચા ધૂળ, પરસેવો, રજોટી જેવી ઘણી ચીજોનો સામનો કરે છે. આ પરિસ્થિતિમાં ત્વચાને ચોખ્ખી અને ચમકતી રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી ખૂબ જરૂરી છે.
ઉનાળામાં તૈલી ત્વચા એ સૌથી મોટી મુશ્કેલી છે. જેની ત્વચા સામાન્ય હોય તેને પણ તૈલી ત્વચાનો સામનો તો કરવો જ પડે છે. ત્વચા પરથી વધારાનું તેલ શોષવા માટે સવારે અને રાત્રે ત્વચાને સારી રીતે સાફ કરી લેવી. ખાસ કરીને ગરદમ, કોણી, ઘૂંટણની પાછળના ભાગની તેમ જ ચહેરા પર નાકની આસપાસની ત્વચાને એકદમ ચોખ્ખી કરવી.