Periods Problem- પીરિયડસમાં દર વખતે કામ આવે છે મમ્મીએ જણાવેલ 5 ઉપાય

બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (22:44 IST)
મમ્મીએ જણાવેલ ઉપાય દરેક સમસ્યાની સારવાર કરી શકે છે. પછી એ ભલે નાની શરદી-ખાંસી હોય કે પીરિયડસ. હકીકત માનો મમ્મીએ મને પીરિયડસના તે મુશ્કેલ ભરેલા દિવસોને સંભાળવાના જે ઉપાય જણાવ્યા છે અત્યારે પણ કામ આવી રહ્યા છે. સૌથી જરૂરી વાત આ છે કે બધા વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત પણ છે તો તમે પણ જો પીરિયડસમાં કોઈ પણ પ્રકારની પરેશાનીથી ઝઝૂમી રહ્યા છો તો આ ઇપાયને જરૂર અજમાવો.
 
1. ક્રેમ્પસમાં શેકાઈ કરવી 
ગર્ભાશય એક માંસપેશી છે. તેથી હીટ માંસપેશીઓને આરામ આપવામાં મદદ કરે છે. તેથી પીરિયડસ ક્રેમ્પ્સમાં પણ જેમ હીટ આપવી ફાયદાકારી હોઈ શકે છે. હકીકતમાં એવિડેંસ બેસ્ડ નર્સિગમાં પ્રકાશિત શોધમાં મેળ્વ્યો કે ગર્માહટ આપવી કે શેકાઈ કરવી એંઠન માટે ઈબુપ્રોફેનની રીતે જ પ્રભાવી છે. 
 
2. નીચલા પેટ પર ગર્મ તેલની માલિશ
જૂના સમયથી જ દુખાવામાં તેલની માલિશ કરવાના ઉપાય ખૂબ જ કારગર છે. આજે પણ માસિક ધર્મની એંઠનને દૂર કરવા માટે ગર્મ તેલથી મસાજ કરવી એક સારું ઉપાય છે. સુગંધિત એસેંશિયલ ઑયલથી નીચેના પેટની માલિશ કરવાથી એંઠનમાં રાહત મળે છે તમે માલિશ કરવા માટે તમારો પસંદનો કોઈ પણ તેલ લઈ શકો છો. 
3. ઈરેગ્યુલર પીરિયડસ માટે અજમાનો પાણી 
મમ્મી હમેશા અજમાના પાણી પીવાની સલાહ આપે છે જ્યારે પણ મારા પીરિયડસ લેટ થઈ જાય્ અજમા પીરિયડસને નિયમિત કરવા માટે કારગર છે અને દુખાવાથી પણ રાહત આપે છે. માત્ર તમને લાગે કે તમારા પીરિયડસ લેટ થઈ ગયા છે તો થોડા દિવસો સવારે ખાલી પેટ અજમાનો પાણી પીવો. તેના માટે તમને એક ચમચી અજમાને બે ગિલાસ પાણીમાં ઉકાળવુ છે અને અડધો રહી જતા પર ગાળીને પીવુ છે. 
4.   તાકાત માટે બદામનો હલુવો 
મા હમેશા પીરિયડસમાં બદામનો હલવો બનાવીને આપે છે. તેમનો કહેવુ છે કે તેને ખાવાથી તાકાત આવે છે અને નબળાઈ નહી રહે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. જે તમારી માંસપેશીઓ અને હાડકાઓને મજબૂતી આપે છે. તેને ખાવાથી મગજ પણ તીવ્ર હોય છે અને પેટ પણ ભરેલો રહે છે. 
5. દેશી ઘી અને સૂંઠ 
આદુની રીતે જ સૂંઠ પણ મહિલાઓ માટે ફાયદાકારી હોય છે. માતા એક ચમચી દેશી ઘીની સાથે સૂંઠ અને શાકર નાખી ખવડાવે છે. જેનાથી તીવ્ર દુખાવામાં રાહત મળે છે. સૂંઠ એક આયુર્વેદિક ઔષધિ છે જે પીરિયડસમાં તમારા માટે ખૂબ ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે. આ એક જૂનો ઉપાય છે જે તાકાત પણ આપે છે અને તરત રાહત મળે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર