ક્યારેય ઢીલી નહી પડે તમારી Skin જયારે 20 રૂમાં ઘરે જ બનાવશો 250નું પ્રોડકટસ

શુક્રવાર, 11 જૂન 2021 (13:00 IST)
સૂતા પહેલા મેકઅપ સાફ કરવુ કેટલું જરૂરી છે. આ તો બધા જાણે છે પણ મોટા ભાગે છોકરીઓ આવુ નથી કરતી. મેકઅપ રિમૂવ ન કરવાથી સ્કિન પોર્સ બંદ થઈ જાય છે. જેનાથી પિંપલ્સ અને ઈંફેક્શનનો ખતરો 
રહે છે. તેનાથી સ્કિન પણ ઢીલી થવા લાગે છે.  જો તમે કેમિક્લસના ડરથી બજારનો મેકઅપ રોમૂવ નહી કરી રહ્યા છો તો અમે તમને ઘરે જ મેકઅપ રિમૂવર બનાવવાની રીતે જણાવીશ. 
તેના માટે તમને જોઈએ 
એલોવેરા જેલ- 1 ચમચી 
વર્જિન કોકોનટ ઑયલ -  1 ચમચી 
ગુલાબજળ- 2 ચમચી 
સ્પ્રે બોટલ-1 
 
બનાવવાની રીત- 
તેના માટે એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી સારી રીતે ફેંટી લો. તેમાં તમે ગુલાબજળની માત્રા તમારા હિસાબે ઓછું/વધારે કરી શકો છો. તમે ઈચ્છો તો તેને બ્લેડરથી પણ તેને મિક્સ કરી શકો છો. જ્યારે 
ત્રણે વસ્તુ મિક્સ થઈ જાય તો તેને સ્પ્રે બોટલમાં નાખી લો. 
 
ઉપયોગ કરવાની રીત 
1. રાત્રે સૂતા પહેલા તેને ચેહરા પર લગાવીને હળવા હાથથી 2 મિનિટ મસાજ કરવી. તમે જેટલા સ્મૂદ હાથથી મસાજ કરશો સ્કીન તેટલી જ સૉફ્ટ થશે. કાળજી રાખવી કે મેકઅપ રિમૂવર આંખમાં ન જાય. 
2. ત્યારબાદ કૉટનની મદદથી આખુ મેકઅપ રિમૂવ કરી લો. તેનાથી લિપસ્ટીકથી લઈને મસ્કારા સુધી બધુ મેકઅપ નિકળી જશે. 
3. ત્યારબાદ સાદા પાણી કે ફેશવૉશથી ચેહરા સાફ કરી લો. તમે ઈચ્છો તો ત્યારબાદ તમારી નાઈટ ક્રીમ કે એલોવેરા જેલ પણ લગાવી સૂઈ શકો છો. 
 
કેવી રીતે કરવુ સ્ટોર 
તમે ઓછામાં ઓછા 1 અઠવાડિયા માટે મેકપ રિમૂવર બનાવો અને તેને ફ્રીકમાં સ્ટોર કરો. કારણ કે મિક્સ થયા પછી ત્રણે વસ્તુઓ ખરાબ થઈ શકે છે. 
 
શા માટે ફાયદાકારી છે આ મેકઅપ રિમૂવર 
તેમાં રહેલ સામગ્રીથી સ્કિનને કોઈ નુકશાન નહી થશે અને સ્કિનમાં  ભેજ બની રહેશે. સાથે જ મેકઅપ કાઢવાની સાથે પોર્સની ગંદગીને સાફ કરી નાખશે. જેનાથી તમે એંટી એજિંગ પ્રોબ્લેમ્સથી બચી રહેશે અને 
સ્કિન પણ સવારે ગ્લો કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર