Hair Care Tips: ઘર પર કરો આ હેર ટ્રીટમેન્ટ લાંબા અને સોફટ વાળ

મંગળવાર, 28 મે 2024 (08:16 IST)
Hair care tips- ઘણા લોકો નેચરલ રીતે વાળની કેર કરી તેણે લાંબા અને સૉફ્ટ બનાવવા ઈચ્છે છે તેથી જો તમે પણ ઘરે હેયર સ્પા કરી શકો છો. તેનાથી વાળમાં શાઈન લાવી અને તેને નરમ બનાવવામાં મદદ મળે છે. 
 
પહેલા તેલ લગાવો 
વાળને હાઈડ્રેટ અને નરમ બનાવવા માટે વાળમાં તેલ લગાવવુ ખૂબ જરૂરી છે. તેથી સપા માટે સૌથી પહેલા વાળ પર તેલ લગાવો. તેનાથી તમારા વાળને વિટામિન અને મિનરલ્સ મળે છે. તેથી તેલ લગાવતા સ્કેલ્પની મસાજ કરવી અને 20 મિનિટ સુધી તેલ લગાવી રાખો. 
 
વરાળ લો 
બીજા સ્ટેપમાં તમારા વાળને 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરો. તેનાથી ખોપરી ઉપરની ચામડીના છિદ્રો ખુલે છે જે સંચિત ગંદકીને કારણે ભરાઈ જાય છે. આ ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને સુધારે છે, જે વાળના વિકાસમાં મદદરૂપ સાબિત થાય છે. વધુ પડતી વરાળ ન આવે તેનું ધ્યાન રાખો. તેનાથી તમારા વાળને પણ નુકસાન થઈ શકે છે.
 
હેયર વૉશ કરો 
હવે ત્રીજા સ્ટેપમાં વાળ ધોવા. આ માટે તમે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો તો સારું રહેશે. ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે વધુ પડતા શેમ્પૂનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે તમારા વાળને સૂકવે છે. તમારા વાળ ધોવા માટે એપલ સીડર વિનેગર. તમે સાબુદાણાનો સ્ટાર્ચ, મહેંદી અથવા ચોખાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.
 
હેયર માસ્ક લગાવો 
હેયર માસ્ક તમારા વાળને પોષણ આપવા અને સોફ્ટ બનાવવાનુ કામ કરે છે. સાથે જ સ્પ્લિટ એંડસ (બે મોઢાવાળા વાળ) ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે કુદરતી વસ્તુઓથી ઘરે જ હેર માસ્ક પણ બનાવી શકો છો. તમે એલોવેરા અને નારિયેળ તેલ, કેળા અને મધ અને દહીં અને મેથીનો હેર માસ્ક બનાવીને તમારા વાળમાં લગાવી શકો છો.
 
શેંપૂ અને કંડીશનર 
સૌથી છેલ્લુ વાળને માઈલ શેંપૂથી ધોવુ. તે પછી તમે તમારા વાળ પર કન્ડિશનર લગાવો, તે ભેજ જાળવવામાં મદદ કરે છે. તમે મહિનામાં એકવાર હેર સ્પા કરી શકો છો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર