Beauty tips- ફણસના બીયડથી મેળવો ચમકતી ત્વચા

મંગળવાર, 9 મે 2017 (06:52 IST)
ત્વચા નિખારવા માટે મહિલાઓ ઘણા બ્યૂટી પ્રોડકટસ ઉપયોગ કરે છે. પણ કેટલાક સરલ ઘરેલૂ ઉપાય કરીને પણ ગ્લોઈંગ સ્કિન મેળવી શકાય છે . તે માટે ફણસના બીયળના ઉપયોગ કરી શકો છો. ફણસ એક એવું શાક છે જે દરેક મૌસમમાં સરળતાથી મળી જાય છે. આ ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને તેના બીયડના ઉપયોગ કરીને ત્વચાને નિખારી શકાય છે. આવો જાણીએ તેનાથી ત્વચાને શું ફાયદો મળે છે. 
1. ગ્લોઈંગ સ્કિન 
ફણસના બીયડમાં ફાઈબરની માત્રા હોય છે. જે સ્કિન માટે બહુ ફાયદાકારી હોય છે. અઠવાડિયામાં 2-3 વાર ફણસની શાક ખાવાથી શરીરના ઝેરીલા પદાર્થ બહરા નિકળે છે. અને પેટ સાફ રહે છે. તેનાથી ત્વચા સંબંધી કોઈ સમસ્યા નહી હોય અને રંગ પણ નિખરે છે. 
 
2. કરચલીઓ 
ફણસના બીયડનો ઉપયોગ કરીને ત્વચાની કરચલીઓને ઓછું કરી શકાય છે. તેના માટે અડધા કપ ઠંડા દૂધમાં બીયડને 1 કલાક સુધી પલાળી અને પછી તેનું પેસ્ટ તૈયાર કરો. આ લેપને થોડા સમય માટે ચેહરા પર લગાવો. અને સૂક્યા પછી પાણીથી સાફ કરવું. દરરોજ આ લેપ કરવાથી ચેહરાની કરચલીઓની સમસ્યાને ઓછું કરી શકાય છે. 
 
3. લાંબા વાળ 
ફણસના બીયડનો લેપ બનાવીને  તેને વાળની જડમાં લગાવો જેનાથી વાળ મજબૂત થશે અને જલ્દી લાંબા પણ થશે . 
 
4. આંખની રોશની 
તેમાં ખૂબ માત્રામાં વિટામિંસ હોય છે જે આંખો માટે ખૂબ લાભકારી હોય છે. ફણસની શાકનો સેવન કરવાથી આંખની રોશની વધે છે. 

વેબદુનિયા પર વાંચો