ભાજપ ઈલેક્શન મોડમાં, આગામી 15 દિવસમાં આ કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર

ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (11:40 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી 15 દિવસ સુધી કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. આવતી કાલે (ગુરુવાર) મીનાક્ષી લેખી ગુજરાતના પ્રવાસે આવશે. એટલું જ નહીં, સ્મૃતિ ઈરાની પણ ચૂંટણીના વર્ષમાં ગુજરાત ફરીથી આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગરથી સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવશે અને જાહેર સભા સંબોધશે.ચૂંટણીને લઈ આગામી 15 દિવસ સુધી કેન્દ્રિયમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેના ભાગરૂપે મીનાક્ષી લેખી, કૃષ્ણપાલ ગુર્જર ગુજરાતના પ્રવાસે આવશે. સ્મૃતિ ઈરાની પણ ફરી ગુજરાત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આગામી 15 દિવસના કેન્દ્રિયમંત્રીના પ્રવાસનું ભાજપ દ્વારા આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રિયમંત્રી કૃષ્ણપાલ ગુર્જર પણ ગુજરાતન પ્રવાસે આવશે. કેન્દ્રિયમંત્રી મહેન્દ્ર મુજપરા કોળી સમુદાય વિસ્તારમાં પ્રવાસ કરશે. કેન્દ્રિયમંત્રી મુંજપરા તળાજા અને ભાવનગર ગ્રામીણનો પ્રવાસ કરશે. આગામી દિવસોમાં સ્મૃતિ ઇરાની વધુ એક પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. આવતી કાલે કેન્દ્રિયમંત્રી મીનાક્ષી લેખી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસના કાર્યક્રમની વાત કરીએ તો મીનાક્ષી લેખી તાપી, વ્યારા અને નિઝરનો પ્રવાસ કરશે.કેન્દ્રીયમંત્રી બિ.એલ વર્મા મધ્ય ગુજરાતનો પ્રવાસ કરશે. બિ.એલ વર્મા મહેમદાવાડ અને મહુધા વિધાનસભાનો પ્રવાસ કરશે. ત્યારબાદ કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી વીરેન્દ્ર સિંહ કલોલ વિધાનસભનો 7 ઓક્ટોબરે પ્રવાસ કરશે. મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની 7 ઓક્ટોબરે પેટલાદ અને સોજીત્રા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નિરજન જ્યોતિ 7 ઓક્ટોબરે વિરમગામ અને ધોળકા વિધાનસભાનો પ્રવાસ કરશે.જ્યારે કેન્દ્રીય સંરક્ષણ અને પર્યટન મંત્રી અજય ભટ્ટ 7 ઓક્ટોબરે મોડાસા વિધાનસભાનો પ્રવાસ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવ 7 ઓક્ટોબરે સાવરકુંડલા અને રાજુલા  વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુ મહુવા વિધાનસભા બેઠકનો 7 ઓક્ટોબરે પ્રવાસ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર